ETV Bharat / state

ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે, 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો - KUTCH EARTHQUAKE

કચ્છના સરહદી વિસ્તારની વહેલી સવારે ધરા ધ્રુજી, 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો
ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2024, 9:30 AM IST

કચ્છ: કચ્છના સરહદી વિસ્તાર એવા ભારત પાકિસ્તાન બોર્ડર નજીક વહેલી પરોઢે 3:58 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના લખપત વિસ્તારમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 3:58 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

ભૂંકપના આંચકાની અસર કેટલા સુધી વર્તાઈ: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા અને લખપત વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે વહેલી સવારે 3:58 કલાકે 3.3ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ લખપતથી 56 કિલોમીટર નોર્થ - ઈસ્ટમાં નોંધાયો છે.

ખાવડા પાસેની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો: ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈ અને ધોળાવીરાની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.તો આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના લખપત વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

આ પણ વાંચો:

  1. PM મોદીએ કચ્છ બોર્ડરે સેના સાથે દિવાળીની ઉજવણી કરી, જવાનોને મિઠાઈ પણ ખવડાવી
  2. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.