ETV Bharat / state

ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસાદથી લોકોને બફારામાંથી મળી રાહત, શેત્રુંજીના 20 દરવાજા ખોલાયા - RAIN IN BHAVNAGAR CITY

ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસતા લોકોને ઉભા થયેલા બફારામાંથી રાહત મળી છે. જો કે ઉપરવાસના વરસાદથી શેત્રુંજીમાં પણ પાણીની આવક સતત શરૂ થઈ છે.

ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસાદ
ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 10:06 AM IST

ભાવનગર: શહેરમાં ગત રાત્રે અચાનક આવેલા વાતાવરણના પલટાને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. જો કે આવેલા વરસાદના ઝાપટા હોવાથી બફારામાંથી લોકોને રાહત મળી છે. સદનસીબે માર્કેટ યાર્ડમાં કોઈ નુકશાન થયું નથી. જો કે દરીયામાં કેટલું પાણી વહી ગયું બધું જાણો.

રાત્રે અચાનક પલટો આવતા વરસાદ વરસ્યો: ભાવનગર શહેરમાં ગત રાત્રે અચાનક રાત્રીના 8 કલાક બાદ વતવારણમાં પલટો આવ્યો હતો. રાત્રે વાદળો ધસી આવ્યા અને અંદાજે 20 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં શરૂઆતમાં ધીમો અને બાદમાં 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી બફારાનું પ્રમાણ વધ્યું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.પરંતુ વરસાદને પગલે બફારામાંથી લોકોને રાહત મળી હતી.

ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસાદ (Etv Bharat Gujarat)

યાર્ડમાં સ્થિતિ વરસાદ પગલે અને ડેમમાં આવક: ભાવનગર શહેરમાં ગત રાત્રે આવેલા વરસાદ યાર્ડમાં વરસવા પામ્યો નથી. હા સાંભળીને નવાઈ જરૂર લાગે છે, પરંતુ યાર્ડ શહેરના છેવાડે હોઈ જ્યાં વરસાદ વરસ્યો નથી. આથી યાર્ડમાં ખેડૂતોના પડેલા માલ ઉપર કોઈ આફત આવી નથી. જ્યારે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હાલમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ છે જેથી 1 ફૂટ સુધી 20 દરવાજા ખોલવામાં આવેલા છે. જો કે જિલ્લામાં ગઈકાલે ભાવનગર તાલુકામાં 4 mm વરસાદ નોંધાયો છે જ્યારે વલભીપુરમાં 2 mm માત્ર વરસાદ નોંધાયો છે.

શેત્રુંજીમાં વગર વરસાદે આવક અને કેટલું દરિયામાં ગયું પાણી: ભાવનગર જિલ્લામાં જોઈએ તો 1 ઓક્ટોમ્બર પહેલાથી વરસાદ ના હોવા છતાં શેત્રુંજી ડેમમાં નવા નીર આવવાનું શરૂ છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો છે, ત્યારે 1 ઓક્ટોમ્બર પહેલાથી 5 થી 20 ગેટ સમયાંતરે 1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. 450 થી 1800 ક્યુસેક સુધીની આવક સમયાંતરે 1 ઓક્ટોમ્બર પહેલાથી રહી છે જેથી દરવાજાઓ ખોલવાની ફરજ પડી છે. જો કે શેત્રુંજી ઓવરફ્લો થયા બાદ આજદિન સુધીમાં દરિયામાં 900 mcft પાણી વહી ગયું છે. હજુ પણ ગઈકાલે અમરેલીમાં વરસાદને પગલે આવક શરૂ રહેતા દરવાજાઓ ખોલવામાં આવેલા છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં પોલીસ સ્ટેશન સામે દાદાગીરી, ભાડું માંગ્યું તો મુસાફરે રીક્ષાનો કાચ તોડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.