ETV Bharat / state

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં અવિરત વરસેલા વરસાદને લઈને બજારમાં વરસાદી પાણી ભરાયા... - Heavy Rain in Patan - HEAVY RAIN IN PATAN

પાટણમાં બે દિવસથી સતત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. તો બીજી બાજુ ગત રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે રાધનપુર શહેર પણ પાણીમાં તરબોળ થઈ ગયું હતું.- Radhanpur Market Update, Rain in Patan

અવિરત વરસાદે છલક્યું પાટણ, ખેતરો તળાવમાં પરિણમ્યા
અવિરત વરસાદે છલક્યું પાટણ, ખેતરો તળાવમાં પરિણમ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 4:08 PM IST

અવિરત વરસાદે છલક્યું પાટણ (Etv Bharat Gujarat)

પાટણ: પાટણ જિલ્લામાં સતત 2 દિવસથી મેઘમહેર યથાવત છે અને ગતમોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે ગાજવીજ સાથે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રાધનપુરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

રાત્રીના સમય દરમિયાન અને વહેલી સવારથી સતત યથાવત મેઘમહેરને લઇને રાધનપુર બજારના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા હતા. તો લાલબાગ, જલારામ સોસાયટી વિસ્તારોમાં પસાર થતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. દિવસ દરમિયાન પણ રાધનપુર શહેરમાં વરસાદ ખાબક્યો હતો. રાધનપુર મુખ્ય બજારના રોડ પર આવેલી લાલબાગ સોસાયટી અને જાહેર માર્ગમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને વેપારીઓ પરેશાન બન્યા હતા.

અવિરત વરસાદે છલક્યું પાટણ

લોકોના રોજીંદા જીવન પર અસરઃ સવારે શાળા કોલેજમાં અને નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈ મુખ્ય બજારના માર્ગ પર લાલબાગ સોસાયટી જતાં શેઠ કેબી હાઇસ્કૂલ સુધીના માર્ગ પર પર પાણી ભરાયા હતા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલના થતા લોકો પાણીમાં ચાલવા મજબુર બન્યા હતા.

ખેડૂતોના માથે ચિંતાની રેખાઓઃ ત્યારે હાલ રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસથી સતત મેઘમહેર યથાવત છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં છે અને ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવે પંથકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસથી અનરાધાર વરસેલા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઇને ખેડૂતો નો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

સતત પડી રહેલા વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં જગતનો તાત ખેડૂત વર્ગ હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં સતત 2 દિવસથી મેઘ મહેર યથાવત રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહીને લઇ રાધનપુર પંથકમા મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાધનપુરના લાલબાગ, જલારામ સોસાયટી સહિતના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાધનપુર - કલ્યાણપુર, પીપળી - સાતુન, મહેમદાવાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે અને તેમને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

  1. બીગબીની દોહિત્રીના એડમિશન વિશે પુછતા IIM અમદાવાદનું તંત્ર અકળાયું, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે આપ્યા ઉડાઉ જવાબ - IIM Ahmedabad absurd Behaviour
  2. જનતાની સલામતી માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ગેમિંગ ઝોન માટે કડક નિયમો બનાવ્યા - Gaming Zone Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.