સુરત: જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલી બેઠકોમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ગત ચૂંટણીઓમાં ઓછુ મતદાન થયું હોય તેવા વિધાનસભા દીઠ ૨૦ થી ૨૫ મતદાન મથકોનો સર્વે કરીને મતદાન ઓછુ થવાના કારણો જાણીને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. કોલેજો-યુનિ. ખાતે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થાય, રેલી, મેરેથોન દોડ, ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિકોમાં જાગૃતિ માટે કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓની વિગતો સ્વીપના નોડલ અધિકારીએ આપી હતી. આ ઉપરાંત, દિવ્યાંગ મતદારો માટે વાહન, વ્હીલચેરની સુવિધા ઉભી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
![DISTRICT ELECTION OFFICER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-03-2024/gj-surat-rural03-chutni-gj10065_27032024100806_2703f_1711514286_122.jpg)
ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક: ઉમેદવારો દ્વારા ચંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચની દેખરેખ માટે નીમવામાં આવેલા કસ્ટમ, જીએસટી, આઈટી, એકસસાઈઝ તથા અન્ય નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને નિયત કરવામાં આવેલ ભાવ મુજબ ખર્ચ થાય છે તે અંગે દેખરેખ રાખવા તેમજ શંકાસ્પદ ચીજવસ્તુઓ, રોકડની હેરફેર અંગે ત્વરિત ચૂંટણીતંત્રને જાણ કરવા અંગે જણાવ્યું હતું. બેંકોમાં ૧૦ લાખથી વધુ બેન્ક ટ્રાન્ઝેક્શન, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પર ઝીણવટપૂર્વકની નજર રાખી જે ખાતામાં સામાન્ય લેવડદેવડ થતી હોય અને તેમાં અચાનક વધુ લેવડદેવડ થાય તેવા ખાતાઓ પર વિશેષ નજર રાખવા માટે બેન્ક અધિકારીઓને જણાવ્યું હતું. સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
![DISTRICT ELECTION OFFICER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-03-2024/gj-surat-rural03-chutni-gj10065_27032024100806_2703f_1711514286_1062.jpg)
કયા કયા અધિકારીઓ રહ્યા હાજર: બેઠકમાં કાયદો અને વ્યવસ્થાના નોડલ અને પો.કમિશનર વાબાંગ જમીર, ખર્ચ મોનિટરીંગના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, એમ.સી.સી.ના નોડલ અને ડે. મ્યુ.કમિશનર આર.એમ.પટેલ તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડ તથા જુદા જુદા વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.