ETV Bharat / state

સુરત જિલ્લામાં ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ - Surat Voting Awareness - SURAT VOTING AWARENESS

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 7 મેના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે લોકો વધુને વધુ લોકશાહીના આ પર્વમાં ભાગ લે તે હેતુથી સુરતમાં શાળામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

સુરત જિલ્લામાં ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 11:25 AM IST

સુરત: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત સુરત જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગીદારીતા વધારવા તેમજ ‘No Voters to be left behind’ નો હેતુ સિદ્ધ કરવા અર્થે જિલ્લામાં વિવિધ પ્રકારનાં મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

સુરત જિલ્લામાં ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ
સુરત જિલ્લામાં ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા શાળાના વિદ્યાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ

મતદાન જાગૃતિના ભાગરૂપે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવા માટે 'હું વોટ કરીશ'નાં સંકલ્પપત્રો ભરાવવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ વાલીઓને અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને શાળામાં “હું અવશ્ય મતદાન કરીશ” એવા સૂત્ર સાથેના સંકલ્પપત્રો આપી તેમાં વાલીની સહી લઇ/લેવડાવીને પરત મેળવવામાં આવે છે.

શાળાના વિદ્યાર્થીઓ મારફતે પરિવારના તમામ સભ્યો સુધી ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા અને મહિલા મતદાન અચૂક કરે તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને સંકલ્પપત્રો આપવામાં આવે છે. જેથી બાળકનો પરિવાર અને ખાસ કરીને ઘરની મહિલા-માતા મતદાન માટે સંકલ્પબદ્ધ બને. અને વધુમાં વધુ મહિલાઓ મતદાનમાં ભાગીદારી નોંધાવે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાવિ મતદાર સમા બાળકો અને તેમના વાલીઓને મતદાનની નૈતિક ફરજ માટે જાગૃત કરવાનો છે જેથી લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત અને સફળ બનાવી શકાય.

  1. ક્ષત્રિય સમાજની માંગણી - ટિકિટ રદ્દ કરો, રાજપૂતની અસ્મિતા પર સવાલ, આ મુદ્દે કોઈ સમાધાન નહીં થાય - PARSHOTTAM RUPALA STATEMENT
  2. જેલમાંથી બહાર આવ્યા બાદ જૂના તેવરમાં જોવા મળ્યા સંજય સિંહ, કહ્યું- અમે ડરવાના નથી, કેજરીવાલ રાજીનામું નહીં આપે - Sanjay Singh Released From Jail

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.