ધરમપુર: ધરમપુર અને તેની આસપાસના આદિવાસી વિસ્તારોમાં સમાજ સેવા ક્ષેત્રે વિખ્યાત ઋષિતભાઈ મસરાણી, કે જેઓ પોતે એક શિક્ષક છે, તેમને અમેરિકાની પ્રતિષ્ઠિત મેરીલેન્ડ સ્ટેટ યુનિવર્સિટી દ્વારા પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. આ નોંધપાત્ર સિદ્ધિ સાથે તેમણે સમગ્ર ધરમપુર અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અનેક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે. આર્થિક રીતે નબળા પરિવારોની 55 દીકરીઓની ફી પોતાની જાતે ભરવામાં આવી છે. આ ફી ભરીને તેમણે આ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપી છે.
ઋષિતભાઈને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સમાજ સેવા તરીકે તેમણે કરેલા કામોને લઈને અમેરીકાથી પીએચડીની પદવી પ્રાપ્ત થઈ છે. વર્ષ 2005 થી તેઓ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. આ ઉપરાંત, સ્વાસ્થય ક્ષેત્રે ખાસ કરીને આદિવાસી મહિલાઓ અને છોકરીઓને માસિક સ્ત્રાવ વિશે સમજાવી રહ્યા છે. અત્યાર સુધી તેઓએ 2 લાખ જેટલા પેડ મહિલા અને દીકરીઓને આપ્યા છે.
નિ:શુલ્ક કોમ્પ્યુટર શિક્ષણ: ધરમપુરમાં તેમની પત્ની પૂર્વજા મસરાણીના માર્ગદર્શન હેઠળ 300 થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું છે.
બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે મદદ: ધોરણ 10 અને 12ના નબળા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ પૂરું પાડીને તેમની કારકિર્દી બનાવવામાં મદદ કરી છે.

કોરોના કાળમાં ખાસ સેવા: કોરોના કાળના લોકડાઉન સમય દરમિયાન તેઓ લોકો માટે ખીચડી અને ભોજન વિતરણનું કાર્ય કરતા હતા. અને જે લોકો કોઈ સ્થળે પહોંચી ન શકે તો તેઓ તે પરિવારો સુધી આ મદદ પહોંચી હતી.

અમેરીકાની યુનિવર્સિટીએ માન્યતા આપી: મેરીલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીએ ઋષિતભાઈની આ સેવાઓને નોંધીને તેમને પીએચડીની પદવી આપી છે. આ પદવી મળ્યા બાદ તેમણે આ શ્રેય તેમના પરિવાર, ખાસ કરીને તેમના પિતાને અર્પણ કર્યો છે.
સેવા માટે નાનપણથી પ્રેરણા: ઋષિતભાઈએ જણાવ્યું કે,'તેમના પિતા દર્દીઓને ટ્રકમાં લઈ જઈ સારવાર માટે વલસાડ પહોંચાડતા હતા. નાનપણમાં જોઈ તે કરુણામય સેવા તેમના મનમાં ઉંડા સંસ્કારરૂપે રોપાઈ હતી, જે હવે વટવૃક્ષ સમાન બની છે.'
પત્નીનો અભિપ્રાય: તેમની પત્ની પૂર્વજા મસરાણીએ કહ્યું, "ઋષિત માત્ર એક નામ નથી, તે કરુણાનું પ્રતિક છે. તેઓ નિસ્વાર્થભાવે સતત સમાજ માટે કાર્ય કરતા રહે છે અને એકપણ માણસનું દુઃખ જોઈ શકતા નથી." ઋષિતભાઈના આ કાર્યોથી ધરમપુર અને કપરાડા વિસ્તારના લોકોના જીવનમાં સાચી ક્રાંતિ આવી છે. મેઈલેન્ડ યુનિવર્સિટીથી મળેલ પીએચડી માત્ર પદવી નથી, પણ તેમના નિસ્વાર્થ કાર્યને માન્યતા છે.
આ પણ વાંચો: