ETV Bharat / state

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા ડોક્ટરનો આપઘાત, PI સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો, સુસાઈડ નોટમાં લખ્યું - 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ - મહિલા ડોક્ટરનો આપઘાત

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા ડોક્ટરનું રહસ્યમય મોત થયું હતું. મૃતક ડોક્ટરની ડાયરીમાં 15 પેજની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં EOWના PI બી.કે ખાચર સાથેના પ્રેમસંબંધનો ખુલાસો થયો છે. વાંચો વિગતવાર...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા ડોક્ટરનો આપઘાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 8:40 AM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા ડોક્ટરનો આપઘાત,

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચની બહાર બાંકડા પર મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યા હતા તે દરમિયાન તેનું મોત થયું હતું. આથી ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના EOWના ફરજ બજાવતાં PI બી.કે ખાચર સાથે તેમનો પ્રેમ સંબંધ હોવાનો ઉલ્લેખ કરેલો છે.

મૃતદેહની આસપાસ ઈંજેક્શન મળી આવ્યા: મહિલા ડોક્ટર મૂળ ખેડા જીલ્લાનાં બાલાસિનોરનાં વતની અને અમદાવાદ ખાતે શિવરંજની વિસ્તારમાં પીજીમાં રહેતા હતા. બુધવારે 4 વાગ્યા આસપાસ ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં ઈઓડબ્લ્યુની ઓફીસ બહાર બાંકડા પરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની આજુબાજુમાંથી ઈંજેક્શન પણ મળી આવ્યા હતા. જેથી તેમણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા ગઈ હતી.

PI સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો: મૃતક પાસેથી 15 પેજની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં EOWના PI બી.કે ખાચર સાથેના પ્રેમસંબંધનો ખુલાસો થયો છે. જેમાં પોતે પ્રેમ સંબંધમાં ડિપ્રેશનમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મહિલાએ લખ્યું હતું કે મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે. મારી અંતિમવિધિ ખાચર જ કરે

પોલીસે તપાસ હાથ ધરી: આ બાબતની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. પેનલ ર્ડાક્ટર મારફતે મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલા ડોક્ટરના આપઘાતને લઈને અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.

  1. Bhavnagar 3 Foot Tall Doctor: મળો, ભાવનગરના 3 ફુટ ઊંચા ગણેશ બારૈયાને, સંઘર્ષની વૈતરણી પાર કરીને આખરે ડૉક્ટર બન્યા
  2. International Women's Day 2024: અઢી વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી,માતા સાથે સંઘર્ષ કર્યો, આજે છે ખુબ સફળ વ્યક્તિત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.