દાહોદ: જિલ્લાના પોલોસ સ્ટેશનમાં વહીવટી તંત્ર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ખેતીની જમીનના બનાવટી દસ્તાવેજ બનાવીને સારી જમીનને નોન એગ્રિકલચર લેન્ડ બતાવી બનાવટી હુકમોનો લાભ લઈને સરકાર સાથે આરોપીઓ છેતરપિંડી કરતા હતા.
બોગસ હુકમથી સરકારના પ્રીમિયમ ચોરી: દાહોદ શહેરના રળીયાતી હોળી આંબા ખાતે આવેલી સર્વે નંબર 376/1/1/4 વાળી જમીનમાં દાહોદ શહેરનમાં રહેતા શેશવ પરીખ નામક વ્યક્તિએ તેના અન્ય એક ભાગીદાર હારુંન પટેલ સાથે મળી પ્રાંત અધિકારીનો ખોટા હુકમને વાસ્તવિત બતાવી ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે ઘોષિત કરી હતી. ઉપરાંત આ આરોપીઓએ સરકારને પણ પીએમ પ્રીમિયમની રકમનું નુકસાન કરાવી જમીનને બારોબાર વેચાણ કરી હતી. આ બાબતે ધ્યાન દોરાતા આ બાબતે દાહોદ પોલીસ દ્વારા આ મામલે રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં ઉપરોક્ત સર્વે નંબરમાં તમામ દસ્તાવેજોની ખરાઈ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમાં પ્રાંત અધિકારીઓના ખોટા હુકમના કારણે બિનખેતીના બોગસ હુકમથી સરકારના પ્રીમિયમ ચોરી કરી, બારોબાર જમીન વેચાણ કરી દીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું, તેથી પોલીસે આ મામલે દાહોદ પ્રાંત અધિકારી એન.બી. રાજપૂતની ફરિયાદના આધારે મુખ્ય આરોપી શૈશવ અને હારુન પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. આ પ્રકરણમાં અન્ય બે વ્યક્તિના નામ પણ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. એવી માહિતી પોલીસ દ્વારા જાણવામાં આવી છે.
ત્રણ સામે ગુનો દાખલ: અન્ય એક કેસમાં ઉપરોક્ત શેશવ પરીખ દ્વારા દાહોદ કસબા વિસ્તારના જકરીયા મહેમૂદ ટેલર સાથે મળી દાહોદ શહેર કસબા વિસ્તારમાં આવેલા સર્વે 304 305 306 નંબરમાં પણ ઉપરોક્ત રીતે બોગસ બિનખેતીના હુકમના કાગલો બનાવી તેને સાચા તરીકે રજૂ કરી રેવન્યુ હેડે નામ દાખલ કરાવ્યું હતું . આટલું જ નહિ પણ આ સર્વે નંબરમાં પ્લોટીંગ કરી મકાનો બનાવી બારોબાર વેચાણ કર્યા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસને આ બાબતે માહિતી મળતા જિલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશની ફરિયાદના આધારે જકરીયા મહેમુદ ટેલર, શૈશવ પરીખ, તેમજ અન્ય બે વ્યક્તિઓ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર: મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, પોલીસે જમીન માલિક સહીત હારુંન પટેલ જકરીયાભાઇ અને શૈશવ પરીખની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કાર્ય હતા જેમાં તેમને આ આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર રાખવાની મંજૂરી મળી છે.
હજુ પણ ગેરકાયદેસર રીતે વેચવાની પ્રક્રિયા ચાલુ: દાહોદના બી ડિવિઝન અને અન્ય એક ડિવિઝન માટે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. બંન્ને ગુનાની પ્રક્રિયા સરખી છે. એગ્રીકલચર જમીનને નોન એગ્રીકલચર જમીન બતાવી તેના ડુપ્લીકેટ હુકમો બન્યા છે. બંન્ને કેસમાં ડીડીઓ તરફની ચીટનીશ અને કલેક્ટર તરફથી SDM ફરિયાદી બન્યા છે. બંન્ને જમીનમાં બોગસ NA કરીને પ્લોટિંગ કરીને અલગ-અલગ લોકોને વેચી દેવામાં આવ્યા છે. અને હજુ પણ વેચવાની પ્રક્રિયા ચાલુ છે.
પોલીસ પ્રેસના માધ્યમથી કહેવા માંગે છે કે: દાહોદ જિલ્લાના ડીવાયએસપી જગદીશ ભંડારી એ આ મામલે જણાવતા કહ્યું હતું કે, આ ગુના બાબતે અમને અરજી મળી હતી, અને અમે પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, જે હુકમો છે તે જે-તે જાવક નંબરથી NA વેરિફાય કરવામાં આવ્યા હતા. જયારે કચેરીએ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આવા કોઈ હુકમો બન્યા જ નથી. ઉપરાંત પ્રીમિયમની ચોરી માટે આ કરવામાં આવ્યું હતું. આ બંને કેસમાં શેશવ પરીખ મુખ્ય આરોપી હોવાનું હાલ જણાઈ રહ્યું છે. હજુ પણ બે નામો અમને મળ્યા છે, જેની તપાસ ચાલુ છે. અમે પ્રેસના માધ્યમથી કહેવા માગીએ છીએ કે, એવો જમીનનો મામલો સામે આવે તો અમારી ડીડીઓ કચેરીએ અથવા ડીએમ કચેરીએ અરજી આપી શકે છે. તપાસમાં જે તથ્ય સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય બાબત એ છે કે: દાહોદ જિલ્લામાં તમામ દફતરે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી તો જાણવા મળ્યું કે,જમીનને લગતા ઘણા દસ્તાવેજો મોટા પાયે બોગસ હોવાનું બહાર આવી શકે છે.