દાહોદ: વર્ષ 2022માં દાહોદ જિલ્લામાં સગીરા ગુમ થયાનો કેસ પોલીસ સ્ટેશને નોંધાયો હતો, વાસ્તવમાં હકીકત એ હતી કે, તે વર્ષમાં સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જયારે પ્રેમી લીલેશે સગીરાને સુરતની બસમાં બેસાડીં દીધી હતી, અને કહ્યું હતું કે તે પાછળથી આવે છે. પરંતુ તે સુરત પહોંચ્યો ન હતો. ગભરાયેલ બાળકી સુરત સ્ટેશને પોહચી હતી, જ્યાં રાહુલ નામના વ્યક્તિએ સગીરાની એકલતાનો લાભ લઇ તેને ભોળવીને નજીક હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને થોડા રૂપિયા આપીને રેલ્વે સ્ટેશન મૂકીને ફારાર થઈ ગયો હતો.
માત્ર 12 વર્ષની બાળકી: અહીં માત્ર 12 વર્ષની સગીરાની પીડાનો અંત નથી આવતો. પરંતુ રેલવે સ્ટેશને સગીરાને એકલી જોતા સૂરતમાં ઉપસ્થિત સામજિક તત્વ એવા આનંદસિંગ નામના વ્યક્તિએ સગીરાને પકડી તેને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. માસુમ સગીરા છેલ્લા દોઢ વર્ષથી મુંબઈ, ગૂજરાત અને ઉતરપ્રદેશના જેવા રાજ્યોમાં થતા હ્યુમન ટ્રાફિકિંગની ભયાનક પ્રવૃત્તિમાં ફસાયેલી છે.
સગીરાને તેમના ચુંગલમાંથી છોડાવી: હાલ પોલિસે ગાયબ થયેલા સગીરાની તપાસને હાથ ધરી હતી. અને આના પર ધમધમાટ કામ શરુ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અપરાધી ગુમ થયેલ સગીરાને તેના ફોઈના ઘરે લઇ ગયો હતો, જ્યાં પોલીસ દ્વારા તેને સ્થળ પર જ દબૂચી લેવામાં આવ્યો હતો. તથા સગીરાને તેમના ચુંગલમાંથી છોડાવી મુક્ત કરવામાં આવી હતી
તપાસ હાથ ધરવામાં આવી હતી: દાહોદ જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર 2022માં એક 12 વર્ષની સગીરા ગુમ થવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસની કામગીરી પીએસઆઈ રાઠવા કરી રહ્યા હતા. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા, ટેકનીકલ એનાલિસીસ તથા હ્યુમન સોર્સના આધારે દાહોદથી લઈને સુરત, મુંબઈ જેવા અલગ-અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, સગીરાને તેની ફોઈબાના ઘરે આવનાર મોકલવામાં આવી રહી છે. માહિતીના આધારે પોલીસે ફોઈના ઘરની આસપાસ વોચ ગોઠવી હતી. અને સમય મળતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. અને સગીરાને બચાવી લેવામાં આવ્યું હતું.
સગીરા હ્યુમન ટ્રાફિકિંગની શિકાર: આ સગીરા 2022થી હાલ સુધી ઇન્ટર સ્ટેટ હ્યુમન ટ્રાફિકિંગની શિકાર બની છે. આખી ઘટનાની અન્ય માહિતી આ પ્રકારની છે કે, રેલ્વે સ્ટેશન પહોંચતા સગીરા રીક્ષા ડ્રાઇવર આનંદસિંગ ઠાકુરના સંપર્કમાં આવે છે જે તેને સ્વેટર લઈ આપે છે, અને પોતાના ઘરે લઈ જાય છે. આનંદસિંગ ઠાકુરના સાથે લિવિંગ રિલેશનમાં રહેતી પૂજા નામની યુવતી પોતે સેકસ રેકેટ ચલાવતી હતી. આનંદસિંગ અને પૂજા અઠવાડિયું સુરત રોકાયા બાદ બાળકીને વારાણસી( ઉત્તરપ્રદેશ)ખાતે પોતાના વતન લઇ જાય છે. 1 વર્ષ દરમિયાન ખૂબ ખરાબ સેકસ રેકેટમાં ધકેલ્યા બાદ આનંદસિંઘ ઠાકોર પોતાના ઇલેક્ટ્રીશન મિત્ર વિરેન્દ્રસિંગ જે 54 વર્ષનો છે તેને સગીરા આપી દે છે. વિરેન્દ્ર સિંગ તેની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે શબનમ બ્યુટી પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવતી હતી. વારાણસીમાં ત્યાં સગીરાને સોંપે છે. 3 મહિના સુધી આ સગીરાને સેક્સ વર્કર તરીકે કામ કરાવવામાં આવે છે. સદભાગે પોલીસ દ્વારા સગીરાનું રેસ્કયું થતા, આ ગુન્હામાં આરોપી આકાંક્ષા ઉર્ફે શબનમ ,પૂજા, આનંદસિંગ ઠાકુર બધાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ ઓપરેશનમાં લાગી ગયા: ઉપરાંત બાકીના આરોપીને પકડવામાં માટે દાહોદ જિલ્લા પોલીસ પેરોલ ફર્લો સ્કોર્ડ ઇન્સ્પેકટર રાઠોડ વારાણસી ખાતે ઓપરેશનમાં લાગી ગયા છે. આરોપી આનંદ સિંહ પહેલાથી ઉત્તરપ્રદેશના એક્ટ હેઠળ કુલ 6 ગુનાઓમાં આરોપી છે.
આરોપી વિષે માહિતી: આ કેસનો મુખ્ય આરોપી આનંદસિંગ પોતે પરણીત છે. તેની પત્ની ગામે રહે છે. જયારે પૂજા પણ આજ રીતે રેલ્વે સ્ટેશનમાં મળી આવી હતી અને પૂજાને પણ સેકસ વર્કરના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. અન્ય વ્યક્તિ જે આ ગુનામાં આરોપી હતો ટીપ ઉપર આ પ્રકારનું કામ કરતો હતો.
ઝડપાયેલા આરોપીઓ:
(૧)આનંદસિંઘ તેજબહાદુરસિંઘ ઠાકુર રહે. શેરપુર ગોપલ્હા જિ.ભદોહી, ઉત્તરપ્રદેશ
(૨)પુજાદેવી ઉર્ફે સારીયા વસીમખાન પઠાણ રહે. શેરપુર ગોપલ્હા જિ.ભદોહી, ઉત્તરપ્રદેશ (૩)આકાંક્ષા ઉર્ફે શબનમ બાનુ નવાબઅલી અલીહુસેન પઠાણ રહે. રામનગર કટેસર તા.મુગલસરાય જિ.વારાણસી ઉત્તરપ્રદેશ
(૪)વિરેન્દ્રસિંહ લાલતાપ્રસાદ સિંઘ રહે. કે ૪૬/૩૨૨, કતુવાપુરા, વિશ્વેશ્વરગંજ, વારાણસી ઉત્તર પ્રદેશ
(૫)સત્યમસિંહ સત્યેન્દ્રસિંહ સિંઘ રહે. મઢી, મહડી ડોભી, તા.કેરાકટ જી.જૈનપુર
શિક્ષણનું પ્રમાણ ઓછું: દાહોદ જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી સગીરાઓમાં અજ્ઞાનતાના કારણે ખોટા માર્ગે ચડી જતા પોતાનું ભવિષ્ય બગાડી નાખતી હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. તથા હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બની રહી છે.