દાહોદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગઈકાલ 7 માર્ચથી ગુજરાતમાં પહોંચી ગઈ છે. દાહોદના ઝાલોદથી રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશી હતી ત્યારે આજે રાહુલ ગાંધીની યાત્રા ગોધરા પહોંચી છે. ગોધરામાં રાહુલ ગાંધીનું યાત્રાનું ઠેર ઠેરઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ કોંગી કાર્યકરો અને સમર્થકોએમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીએ પણ સૌ કોઈનું અભિવાદન કર્યુ હતુ..
મહત્વપૂર્ણ છે કે, ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં ૪ દિવસમાં ૭ જીલ્લાઓમાં ૪૦૦ થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે ત્યાર બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ છે. આ યાત્રા 14 જાન્યુઆરી 2024થી મણીપુરથી શરૂઆત થઈ હતી. આ યાત્રા 60થી વધુ દિવસોમાં 6700 કિ.મી. નો પ્રવાસ કરશે. આ યાત્રા સમગ્ર દેશના 110 જીલ્લાઓ, 15 રાજ્યોને આવરી લેશે.