ETV Bharat / state

વાંકાનેરમાં યુવાનની હત્યા મામલે ૮ સામે ફરિયાદ, હત્યા પાછળ સામે આવ્યું આવું કારણ - MURDER IN VANKANER

વાંકાનેરમાં એક યુવાનની હત્યા મામલે પોલીસે 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે કાર્યવાહી તેજ કરી છે.

વાંકાનેરમાં યુવાનની હત્યા મામલે ૮ સામે ફરિયાદ
વાંકાનેરમાં યુવાનની હત્યા મામલે ૮ સામે ફરિયાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 6:25 PM IST

મોરબી: વાંકાનેરમાં ખાણ બાબતે અને રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી ચાલતા મનદુઃખમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. ત્રણ અજાણ્યા સહિતના આઠ ઈસમો યુવાન પર ધોકા, પાઈપ જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડતા યુવાનનું મોત થયું હતું. હત્યા નીપજાવી તમામ ઈસમો બે કારમાં નસી ગયા હતા. આ હત્યાના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

હત્યાના આરોપમાં 3 સામે ફરિયાદ: કુવાડવા ખોડીયાર પાર્કમાં રહેતા 43 વર્ષીય કરશનભાઈ નગાભાઇ કરમુર વાળાએ આરોપીઓ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, રામભાઈ મેર, તેમજ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૧ ના રોજ સાંજે ઘરેથી કરશનભાઈ ખાણે ગયા હતા, ત્યારે રાત્રીના ફોન પર મૃતક સામતભાઈના ડ્રાઈવર પોપટભાઈનો ફોન આવ્યો હતો અને પાડધરા ચોકડીએ સામતભાઈને આકાશ સહિતના લોકોએ માર માર્યો છે અને સાંમતભાઈ ત્યાં પડ્યા છે કહેતા ભીમગુડા ખાણેથી નીકળી પાડધરા જતા હતા, ત્યારે ભાઈની ખાણના મહેતાજી અનિલનો ફોન આવ્યો અને સામતભાઈને વધુ લાગ્યું છે અને જમીન પર ઢળી પડ્યા છે, જેથી તેમને વાંકાનેર હોસ્પિટલ લઇ જતા હોવાનું જણાવ્યું હતું.

આડેધડ માર મારતા મોત: વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સામતભાઈને દાખલ કર્યા હતા, જોકે તેમને વધુ ઈજા થઈ હોવાના પગલે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું જણાવ્યું હતું અને તબિયત વધુ બગડતા ડોકટરે ફરી તપાસતા તેમનું મૃત્યું થયું હોવાનું ડોકટરે જાહેર કર્યું હતું. આ બનાવ મામલે પૂછતાં અનિલભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ખાણે હોય ત્યારે મૃતક સામતભાઈના ડ્રાઈવર પોપટભાઈનો ફોન આવ્યો અને પાડધરા ચોકડીએ સામતભાઈને આકાશ સાથે માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી ત્યાં પહોંચતા સામતભાઈ હાજર હતા અને ખાણે લઇ જવા સમજાવતા હોય ત્યારે પોણા અગિયાર વાગ્યે બે ફોર વ્હીલ ગાડીઓ આવી જેમાં આકાશ, વેજો, જયમલ, ભરત, રામ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો ઉતર્યા હતા. આ તમામના હાથમાં લાકડાના ધોકા, લોખંડ પાઈપ હોય અને સામતભાઈને ગાળો આપી ઝઘડો કરી આડેધડ મારવા લાગ્યા હતા અને માર મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા.

શું હતો સમગ્ર મામલો: આ મામલે તપાસ કરી રહેલાં પીઆઈ ડી.વી.ખરાડી એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું, સામતભાઈને રમેશભાઈ ચનાભાઈ સાથે ખાણ બાબતે અને રસ્તા બાબતે છેલ્લા ચાર પાંચ વર્ષથી મનદુઃખ ચાલતું હતું. જેનો ખાર રાખી આરોપીઓ બે કારમાં હથિયાર લઈને આવી ફરિયાદીના ભાઈ સામતભાઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયા હતા, વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા સહિતના આઠ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

  1. રાજકોટમાં કેરમ રમવા બાબતે યુવકની હત્યાનો મામલો, પોલીસે આરોપીને ઝડપી લીધો
  2. ડુંગળીચોર પકડાયા... વાંકાનેરના પંચાસર ગામે 400 મણ ડુંગળીની કરી ચોરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.