ETV Bharat / state

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કર્યું - PM MODI BIRTHDAY

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 8:17 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિન સેવાકીય કાર્યો કરીને ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદીના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીના "એક પેડ માં કે નામ" અભિયાનને આગળ વધાર્યું હતું. PM MODI BIRTHDAY

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કર્યું (Etv Bharat Gujarat)

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 મા જન્મદિન સેવાકીય કાર્યો કરીને ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદીના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીના "એક પેડ માં કે નામ" અભિયાનને આગળ વધાર્યું હતું. સચિવાલય ખાતે મુખ્યમંત્રી મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા 2500થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું.

સચિવાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ: સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. 'એક પેડ મા કે નામ' અંતર્ગત સચિવાલયમાં 2500 જેટલા વ્રુક્ષો વાવી એનું જતન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરા પણ હાજર રહ્યાં હતા. વન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં 17 કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

'એક પેડ માં કે નામ' અભિયાનને સારો પ્રતિસાદ: આજે 2500 જેટલા વૃક્ષો સચિવાલયમાં રોપવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 13.95 લાખ વૃક્ષો વાવ્યાના ફોટા ઓફિશિયલ સાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. ખેડુતો પોતાના ખેતરમાં વૃક્ષ વાવી ફૉટા અપલોડ કરે એવાં બાકી છે. મોદીના અભિયાન 'એક પેડ મા કે નામ' ને ગુજરાતની પ્રજાએ સારો પ્રતિસાદ આપ્યો છે.

મોટી સંખ્યામાં લોકો અભિયાનમાં જોડાયા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અભિયાનમાં સામાન્ય જનતાને અપીલ કરી હતી. જેથી મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયાં છે. સચિવ કક્ષાના અધિકારીઓ પણ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયા છે.

આ પણ જાણો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.