દાહોદ: જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી. જેમાં દાહોદ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજાઇ હતી. ત્યારબાદ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં દાહોદ જિલ્લામાં નકલી કચેરી મનરેગામાં કૌભાંડ ટ્રાયબલ સબ પ્લાન કચેરીમાં 600 થી 800 કરોડનું કૌભાંડ થયું હતું તે બાબતે તથા વન વિભાગ કચેરીના અધિકારીની આત્મહત્યા બાબતે આડતરી રીતે ભાજપ સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
દાહોદની પ્રજાને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો: આ દરમિયાન આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને આવનારા બુથને તૈયારીના ભાગરૂપે તેમણે મિટિંગ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમની લોક ચર્ચા થઈ જેમાં દાહોદ જિલ્લામાં અનેક રજૂઆતો સામે આવી છે જે ખૂબ જ ગંભીર છે. નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાનું બજેટ બન્યું છે. ગવર્મેન્ટએ નાંણાકીય જોગવાઈ કરી છે. પણ નગરપાલિકાના પ્રમુખ વહીવટ કરતા અને તમામ સમિતિના ચેરમેનના આંતરિક ઝઘડાઓને કારણે દાહોદની પ્રજાને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ઘટાડોની સમસ્યાઓએ રોડ રસ્તાઓ હોય જ્યાં ત્યાં ખોળજી દેવામાં આવ્યા છે. વીજળીની સમસ્યા જેવી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ઘણા કામો થયા નથી અને તેના બીલોના ચુકવણા થયા: દાહોદ જિલ્લાની ટ્રાઇબલ 275 કલમ અંતર્ગત 700 થી 800 કરોડનું ગત વર્ષમાં કૌભાંડ થયું છે. એની આવનારી 25 તારીખે પુરાવા રજૂ કરીશ પ્રાયોજનામાંથી આદિ આદર્શ ગામ કે 275 કલમ અંતર્ગત કૌભાંડ થયા છે. ઘણા કામો થયા નથી અને તેના બીલોના ચુકવણા થયા છે. મનરેગાના મંત્રીશ્રી મટીરીયલ પૂરું પાડશે એમ કઈ એજન્સી મૂકી ગયા, એજન્સીને 600 કરોડથી વધારાના ચૂકવણું કરવામાં આવ્યું હતું. અમે સરપંચને પૂછ્યું તો જણાવવામાં આવ્યું કે, કોઈપણ જગ્યા એ એજન્સીની ઓફિસ નથી, ગોડાઉન નથી, એજન્સી એ કોઈ પણ જગ્યાએ રેતી, કપચી, લોખંડના કે સળિયાની ગાડી નાખ્યા વગર કરોડોના ચુકવણા થયા છે. આવી અનેક સમસ્યાઓ અહીં જોવા મળે છે.
એક શિક્ષકથી 108 શાળાઓ ચાલે છે: જશવંતસિંહ ભાભોર આ જિલ્લામાં પ્રતિનિધિત્વ કરતા હોય અને કુબેર ડીંડોડ શિક્ષણ મંત્રી, આદિજાતિ મંત્રી અને જિલ્લાના પ્રભારી હોય તેવા દાહોદ જિલ્લામાં 108 શાળા એવી છે જ્યાં શિક્ષકો એક જ છે. એક શિક્ષકથી 108 શાળાઓ ચાલે છે. એ શિક્ષકો એક થી પાંચ ધોરણના બાળકોને કઈ રીતે ભણાવતા હશે, શાળાઓમાં ઓરડાઓ જર્જરી છે.
147 જેટલી શાળાઓમાં ભરતી: હાલમાં ગુજરાત અને કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ સંસ્થાએ ભરતી કરી છે તેમાં 147 જેટલી શાળાઓમાં આચાર્ય સહિત 15 જેટલો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. આ તમામને ગુજરાતી લખતા વાંચતા કે બોલતા આવડતું નથી. તેમનું કહેવું છે કે આદિવાસી નેતા જ આદિવાસીઓનું શોષણ કરી રહ્યા છે.
આ બધા જ મુદ્દાઓ પર કાર્યવાહી કરવાની માંગ: વન વિભાગમાં આદિ આદર્શ ગામ વિકાસશીલ તાલુકાની જોગવાઈ તમામ અંતર્ગત બજેટો આવ્યા એ બજેટોમાં ભ્રષ્ટાચાર કરાવવાના હેતુથી સ્થાનિક નેતાઓએ દબાણ ઊભા કર્યા જેમાં નાયબ વંશરક્ષક અધિકારી રમેશભાઈ પરમારે આત્મહત્યા કરી છે. એના પણ તપાસ આવનાર દિવસમાં થાય અને જે કોઈપણ લોકો જવાબદાર હોય તેમના ઉપર કાર્યવાહી થાય એવી તેઓ માંગ કરવાના છે.