સુરત: શહેરમાં ફાયર વિભાગ NOC અને BUC વગરના એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પરિપત્ર જાહેર કરીને 300 જેટલી યુનિવર્સિટીને તાત્કાલિક BUC અને NOC લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. જો વહેલી તકે NOC નહિં લેવામાં આવે તો તમામ કોલેજ ના પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે.
NOC લેવું ફરજિયાત: આ તમામ પ્રક્રિયા કોલેજ શરુ થયા પેહલાની કરવાની રહેશે. સાથે જ આ પ્રક્રિયામાં યુનિવર્સિટીની ટેક્નિકલ ટીમ પણ જોડાશે. રાજકોટની ઘટના બાદ કેટલીક કોલેજો એ હજી પણ કોઈ બોધપાઠ લીધો નથી અને ફાયર NOC અને BUC લેવામાં વિલંબ દેખાડી રહી છે, તે જોતા લાગી રહ્યું છે કે, આવા લોકો વિદ્યાર્થીઓના જીવ અને પોતાના જીવ સાથે પણ ખેલવાડ કરી રહ્યા છે.
300 સંલગ્ન કોલેજોને આદેશ: યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર સિંહ ચાવડા એ જણાવ્યું હતું કે, "રાજકોટમાં જે આગની ઘટના બની એમાં અમે મોતને ભેટેલા લોકોને શ્રધાંજલિ અર્પણ કરીએ છીએ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટીની 300 સંલગ્ન કોલેજોને ફાયર સેફ્ટીની માહિતી આપવા માટે સુચના આપી દેવામાં આવી છે. જે પણ કોલેજોમાં ફાયર સેફ્ટી નહિં હોય એ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહિ".