બનાસકાંઠા: જિલ્લામાં બનાસ ડેરી બાદની સૌથી મોટી સહકારી સંસ્થા "બનાસ બેંક"ની બીજી ટર્મના ચેરમેન માટેની પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આજે ચૂંટણી યોજાઈ હતી. તેમાં નવા ચેરમેન તરીકે ડાયા પીલિયાતર તેમજ વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ચૂંટણીમાં તમામ ડિરેક્ટર્સ હાજર રહ્યા: બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીને લઈને અનેક અટકળો અને ચર્ચાઓ હતી. જેમાં ખાસ કરીને વર્તમાન ચેરમેન સવજી પટેલ, શૈલેષ પટેલ, અણદા પટેલ અને ડાયા પિલીયાતર વચ્ચે ચેરમેન પદને અટકળોનો દોર જોવા મળી રહ્યો હતો. વાવની યોજાયેલી પેટા ચૂંટણી બાદ જિલ્લામાં રાજકીય આગેવાનોની નજર બનાસ બેંકની આ ચૂંટણી ઉપર હતી. ત્યારે આજે યોજાયેલી આ ચૂંટણીમાં બનાસ બેંકના ડિરેક્ટર અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ બનાસ બેંકના તમામ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા. આ તમામની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઈ હતી.
ચેરમેન અને વાઇસ ચેરમેન પદે સર્વાનુમતે વરણી: આ ચૂંટણીમાં ભાજપ મહુડી મંડળ દ્વારા ચેરમેન તરીકે નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં નવ નિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારને મેન્ડેન્ડ આપવામાં આવ્યું હતું. જેથી પોતાને આદેશ આપવા બદલ ભાજપ મોવડી મંડળનો તેમને આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપ મહુડી મંડળ દ્વારા આદેશ અપાયા. બાદ તમામ ડિરેક્ટર્સ દ્વારા સહમતી આપતા ચેરમેન તરીકે ડાયાભાઈ પીલીયાતર અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બનાસ બેંકની ચેરમેન અને ચૂંટણી પૂર્ણ થતા નવ નિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલહાર કરીને તેમના સમર્થકો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો: