ETV Bharat / state

કચ્છ જિલ્લો પશુધન ગણનામાં સૌથી અગ્રેસર, પશુ સમીક્ષા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક આવ્યા મુલાકાતે - CATTLE CENSUS IN KUTCH

કચ્છ જિલ્લામાં માલધારીઓના પશુઓની સમીક્ષા માટે પશુપાલન મંત્રાલય ભારત સરકારના નિયામક વિ.પી.સિંગ કચ્છ જિલ્લાની 3 દિવસની મુલાકાત માટે આવ્યા છે.

કચ્છમાં પશુ સમીક્ષા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક મુલાકાતે આવ્યા
કચ્છમાં પશુ સમીક્ષા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક મુલાકાતે આવ્યા (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 7:58 PM IST

કચ્છ: સમગ્ર દેશમાં હાલમાં 21મી પશુધન ગણતરી ચાલી રહી છે. જેમાં માલધારીઓનું સૌપ્રથમ સમાવેશ કરવામાં આવેલ છે. જે નિમિતે ગુજરાત રાજ્ય અને કચ્છ જિલ્લામાં માલધારીઓના પશુઓની સમીક્ષા માટે પશુપાલન મંત્રાલય ભારત સરકારના નિયામક વિ.પી.સિંગ કચ્છ જિલ્લાની 3 દિવસની મુલાકાત માટે આવ્યા છે. જેમણે કચ્છના માલધારીઓ સાથેની મુલાકાત અંગેની સમીક્ષા અને સારાંશ આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

દર 5 વર્ષે પશુધન ગણના: ભારત સરકાર દ્રારા દર 5 વર્ષે પશુઘન ગણના કરવામાં આવે છે, અત્યાર સુધી 20 વખત પશુઘન ગણના થઈ ચુકી છે, હાલમાં 21મી પશુધન ગણનાનું કાર્ય ચાલુ છે. આ વખતે ભારત સરકાર દ્વારા પશુઘનની ગણતરીમાં ફરનારા ઘુમંતુ પશુપાલકોના પશુધનની ગણતરી કરવા માટેનો નિર્ણય પણ સૌપ્રથમ વખત કરવામાં આવ્યો છે. પશુધન ગણતરીની પ્રક્રિયા મુજબ ગણતરી કરનાર એન્યુમરેટર મહોલ્લા, શેરી અને દરેક વોર્ડમાં ઘર ઘર જઈને દરેક ઘરને ઘરનંબર આપીને તે ઘરના પશુધનની ગણતરી કરવામાં આવી રહી છે.

કચ્છમાં પશુ સમીક્ષા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક મુલાકાતે આવ્યા (Etv Bharat gujarat)

માલધારીને શોધીને પશુધનની સચોટ ગણતરી: માલધારીઓ ઘર અને ગામથી બહાર સીમાડાઓમાં પશુધન ચરાવતા હોય છે, જેથી તેમનું પશુધન ગણતરીમાંથી બાકાત રહી જાય છે, જેના કારણે તેઓ સરકારી લાભો અને યોજનાઓથી પણ વંચિત રહી જાય છે. આ ઉણપને દુર કરવા માટે માલધારીઓ જ્યાં જંગલ, વગડામાં હોય ત્યાં એન્યુમરેટર પહોંચે અને દરેક માલધારીને શોધીને તેમના પશુધનની સચોટ ગણતરી કરે તેવી જોગવાઈ 21મી પશુધન ગણનામાં કરવામાં આવી છે.

કચ્છમાં પશુ સમીક્ષા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક મુલાકાતે આવ્યા
કચ્છમાં પશુ સમીક્ષા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક મુલાકાતે આવ્યા (Etv Bharat gujarat)

કચ્છ જિલ્લો પશુધન ગણનામાં સૌથી અગ્રેસર: દેશના 22 રાજ્યોમાં વિચરતા માલધારી સમુદાયો જોવા મળે છે. જેમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાં માલધારીઓ જોવા મળે છે. કચ્છમાં સૌથી વધારે માલધારી સમુદાયો જોવા મળે છે. પશુધનની ગણતરીમાં સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી અગ્રેસર છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં રબારી, ભરવાડ, સહિત માલધારી સમાજ બહોળી સંખ્યામાં જોવા મળે છે.

પશુ ધન ગણનાનું કાર્ય (Etv Bharat gujarat)

પશુપાલન મંત્રાલયના નિયામક કચ્છની મુલાકાતે: સરહદી જિલ્લો કચ્છએ માલધારીઓનો પ્રદેશ કહેવાય છે, અહીં રબારી, ભરવાડ, ફકીરાણી જત, બન્નીના માલધારી, સમા, સોઢા, આહીર, ચારણ જેવા માલધારી સમુદાયો જોવા મળે છે. ચાલુ વર્ષે પશુધન ગણતરી મોબાઇલ એપ્લીકેશન દ્વારા કરવામાં આવી રહી છે. કચ્છમાં અને સૌરાષ્ટમાં માલધારીઓની બહોળી સંખ્યા હોવાથી પશુધન ગણનામાં તેમની ગણના અંગે બહોળી જાગૃતિ, પ્રચાર-પ્રસાર અને મૂલ્યાંકન માટે ભારત સરકાર પશુપાલન મંત્રાલયના પશુધન સ્ટેટિસ્ટિક્સના ડાયરેકટર વિશ્વનાથ પ્રતાપ સિંગ પણ કચ્છ ખાતે માલધારીઓ સાથે સંવાદ કરવા તેમજ પશુધન ગણતરીની માલધારીઓની ગણનાનું મૂલ્યાંકન કરવા 3 દિવસ માટે કચ્છની મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય પશુપાલન નિયામક કચ્છમાં કામગીરી દરમિયાન... (Etv Bharat gujarat)

માલધારીઓ પાસે જઇને અધિકારી પશુધન ગણના કરશે: ભારત સરકાર પશુપાલન મંત્રાલયના પશુધન સ્ટેટિસ્ટિક્સના ડાયરેકટરે પ્રથમ દિવસની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત ભુજ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર માલધારી સમુદાયો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી 80 જેટલા માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માલધારીઓ જ્યાં જ્યાં પોતાના પશુધન સાથે પ્રવાસ કરતા હોય ત્યાં ત્યાં પશુધન ગણના અધિકારી પહોંચીને તેમની ગણના કરશે તેવું જણાવ્યું હતું.

બન્ની વિસ્તારના માલધારીઓની લીધી મુલાકાત: ભુજ ખાતેથી સમગ્ર રાજ્યના પશુધન ડિસ્ટ્રીકટ નોડેલ ઓફિસર તેમજ રાજ્યના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી. જેમાં સમગ્ર રાજ્યની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વિચરતા માલધારીઓના પશુધનને આવરી લેવા ખાસ નોંધ લેવામાં હતી. મુલાકાતના બીજા દિવસે પશુપાલન નિયામકે કચ્છના બન્ની વિસ્તારના ગોરેવાલી ગામની મુલાકાત લીધી હતી. જેમાં માલધારીઓ સાથે બન્ની ભેંસ, કાંકરેજ ગાય રાખતા માલધારીઓની ગણતરી કરવામાં આવી હતી.

પશુધનની મોબાઇલ એપ દ્વારા ગણતરી: આ ઉપરાંત ભારત સરકારના પશુપાલન મંત્રાલયના પશુધન સ્ટેટિસ્ટિક્સના ડાયરેક્ટરે પચ્છમના તુગા ગામના સમા માલધારીઓની કાંકરેજ ગાય, ખડીરના જનાણ ગામના રબારી માલધારીની ઊંટ, બાંભણકા ગામના સોઢા સમુદાયના ઘેંટા-બકરા જેવા પશુધનની મોબાઇલ એપ દ્વારા ગણતરી કરવામાં આવી હતી. આ દરેક માલધારી પરિવારોની ડાયરેકટરે જંગલ અને વગડામાં જઇને મુલાકાત લીધી હતી. ભારત સરકારના પશુપાલન વિભાગના નિયામકની મુલાકાત સાથે ગાંધીનગરથી નાયબ પશુપાનલ નિયામક ડો. ધીરેન્દ્ર કાપડીયા કચ્છ આવ્યા હતા. કચ્છના નાયબ પશુપાલન નિયામક ડો. આર.ડી. પટેલ, ડો. એન.ટી. નાથાણી, સહજીવનના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટી, જભાર સમા સહિતના હાજર રહ્યા હતા.

વર્ષ 2019માં કચ્છની અંદર 21.5 લાખ પશુધન: ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષે 2019માં 20મી પશુધન ગણના થઇ હતી, જેમાં સમગ્ર ભારતમાંથી 125 કરોડ ઘરોની ગણના થઇ હતી, ગણનામાં કુલ 54 કરોડ પશુઓ નોંધાયા હતા. જેમાં કચ્છમાં 21.5 લાખ પશુધન નોંધાયું હતુ. ત્યારે આ વર્ષની પશુધન ગણનામાં પશુધનમાં વધારો થવાની સંભાવના છે. કચ્છમાં ચાલી રહેલા પશુધન ગણનાથી સમગ્ર કામગીરીથી કેન્દ્રીય પશુપાલન નિયામકે સરાહના કરી હતી, ઉપરાંત માલધારીઓને ગણતરીમાં લેવા માટે સહજીવન સંસ્થાની ભૂમિકા અને તેમની ટીમની કામગીરીની પણ ખાસ નોંધ લીધી હતી.

એક પણ પશુ ગણતરીમાં છુટી ના જાય તેની ખાસ તકેદારી: કચ્છના જેટલા પણ માલધારી સમુદાય છે, તેઓ કચ્છમાં કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પોતાના પશુઓ સાથે સ્થાળાંતર કરતા હોય. તેમનો કોઈ પણ પરિવાર અને એક પણ પશુધન ગણતરીમાંથી છુટી ના જાય. તેની ખાસ તકેદારી લેવા માટે રાજ્ય અને કચ્છના પશુપાલન વિભાગને ભારત સરકાર પશુપાલન મંત્રાલયના પશુધન સ્ટેટેસ્ટીકના ડાયરેકટરે સૂચનો કર્યા હતા. તેમજ 26 ફેબ્રુઆરી સુધી આ પશુધન ગણના ચાલશે અને ત્યાર બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ પશુઓના આંકડા જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. કચ્છની ધરા ફરી ધ્રુજી, વાગડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો આંચકો
  2. ક્ચ્છના કુનરીયા શાળાના બાળકોએ PMને પત્ર લખ્યો, બાળકોના મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.