સુરત : અયોધ્યામાં આયોજીત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ નિહાળી શકાય તે માટે વિવિધ શહેરોમાં આયોજન કરાયું હતું. સુરતમાં આ ઐતિહાસિક ક્ષણ નિહાળ્યા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આજે હિન્દુ સમાજની અપેક્ષા અને આશા પૂર્ણ થઈ છે. વિપક્ષ અલગ માનસિકતા રાખે છે, આવી અનેક બાધાઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે.
કારસેવકોના યોગદાનનું ફળ : અયોધ્યા ખાતે નવ નિર્મિત રામ મંદિરમાં આજે ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ-વિધાન સાથે પૂર્ણ કરવામાં આવી છે. ભગવાન રામના મંદિર માટે કાર સેવકોએ મહત્વનું યોગદાન આપ્યું છે. ત્યારે દરેક લોકસભા વિસ્તારમાં રહેતા કાર સેવકોને ભાજપ દ્વારા ખાસ ટ્રેનના માધ્યમથી અયોધ્યા સુધી લઈ જવામાં આવશે. જેમાં પ્રાથમિક ધોરણે કારસેવક અને તેમના પરિવારના સભ્યોને લઈ જવામાં આવશે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, દરેક લોકસભા મતવિસ્તારથી એક ટ્રેન અયોધ્યા જશે. જેમાં કાર સેવકોને પ્રાથમિકતા આપવામાં આવશે અને તેમની તમામ કાળજી રાખવામાં આવશે.
રામ મંદિરના દર્શન માટે દરેક લોકસભા બેઠક પરથી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કારસેવકોને પ્રાથમિકતા આપવામાં આવશે. કેટલાક લોકોએ અનેક વિઘ્નો ઉભા કર્યા, તેમ છતાં હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી છે. -- સી.આર. પાટીલ (ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ)
અનેક વર્ષોની તપસ્યાનું ફળ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આજે આખા દેશને તેમની અપેક્ષા મુજબ રામ મંદિર મળ્યું છે. અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે દરેક લોકસભા બેઠક પરથી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કારસેવકોને પ્રાથમિકતા આપવામાં આવશે. જે લોકોની ઉંમર થઈ ગઈ હોય તેવા કારસેવકો પોતાના પરિવારના સભ્ય સાથે અયોધ્યા પહોંચી શકે આ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. કેટલાય લોકોએ રામ મંદિર માટે વર્ષો સુધી તપસ્યા કરી છે. કોઈએ અલગ-અલગ બાધા રાખી લાગણી વ્યક્ત કરી હતી. દેશના અનેક હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી છે, જે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
વિપક્ષ પર પ્રહાર : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રામ મંદિરનું અસ્તિત્વ નથી અને રામ મંદિર ન બને આવી માનસિકતા ધરાવનાર લોકોએ અનેક વિઘ્નો ઉભા કર્યા, તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સાથે રાખી કોઈ પણ કાંકરી ચાળો ન થાય તેમ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે. હિન્દુઓની આસ્થા અને અપેક્ષાને પૂર્ણ કરી છે.આ મંદિરને કાયમી સજાવવામાં આવ્યું છે. આ દુનિયાનું શ્રેષ્ઠ મંદિર પૈકી એક છે. લોકોને ભગવાનમાં શ્રદ્ધા નહોતી તેમ છતાં આ ભવ્ય મંદિર નિર્માણ થયું છે.
Junagadh News : રામરાજ્યની સ્થાપનાનું દ્રષ્ટાંત પૂરું પાડતું જૂનાગઢ સર્વ જ્ઞાતિ યજ્ઞનું આયોજન
51 New ST Busses: તાપીના સોનગઢ ખાતે નવા બસ સ્ટેશન અને 51 નવી એસી બસોનું લોકાર્પણ કરાયું