જુનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના પાવન પર્વે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે, સનાતન ધર્મની પરંપરા અનુસાર શાસ્ત્રોમાં સૂચવેલી વિધિ અનુસાર જે લોકોએ જનોઈ ધારણ કરી છે, તેને બદલવાનો આ સૌથી સારો દિવસ હોવાને કારણે પણ આજના દિવસે યજુર્વેદી અને અથર્વવેદી બ્રાહ્મણોની સાથે ચારેય વર્ણના વ્યક્તિઓ કે જેમણે જનોઈ ધારણ કરી છે તે તેમની ધાર્મિક પરંપરા અનુસાર જનોઈ બદલી શકે છે.
જનોઈમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો વાસ
સનાતન ધર્મ સંસ્કૃતિમાં જનોઈમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોવાની માન્યતા પણ જોવા મળે છે જનોઈ બદલવાની વિધિ ને શ્રાવણી પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે જનોઈ દેવોને જાગૃત કરવા માટે સતયુગ થી આ પરંપરા ચાલતી આવે છે સુતરના નવ તંતુથી નિર્માણ પામેલી જનોઈ દ્વારા સોળ દેવતાઓનુ આહવાન સમાન માનવામાં આવે છે જેમાં સ્વયંમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ હોવાનું પણ મનાય છે જનોઈ મા ઓમકાર સ્વરૂપે ગાંઠ જોવા મળે છે સનાતન ધર્મની પ્રાચીન લોક પરંપરા અને ધાર્મિક માન્યતા અનુસાર દેવતાઓને ધારણ કરવા માટે ધર્મને ધારણ કરેલા પ્રત્યેક લોકોએ જનોઈ ધારણ કરવી જોઈએ તેવું સનાતન ધર્મના ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે
સફેદ કેસરી અને લાલ જનોઈ
સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયા મુજબ વર્ણ અનુસાર સફેદ કેસરી અને લાલ જનોઇ ધારણ કરવામાં આવે છે જ્યારે સુતર પ્રાપ્ત ન હતું આવા સમયે વનસ્પતિ જન્ય ઘાસ એટલે કે દાભ થી જનોઈ બનાવીને બ્રાહ્મણો તેને ધારણ કરવાની એક પરંપરા જોવા મળતી હતી ચાર યુગોમાં જનોઈ ધારણ કરવી અને જનોઈ પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે તેવું આજે પણ માનવામાં આવે છે ત્યારે આજે જુનાગઢમાં બળેવ એટલે કે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે ઈશ્વરને ધારણ કરવા સમાન જનોઈને બદલીને સનાતન ધર્મની આ પરંપરા ને આજે વધુ આગળ વધારી છે.