ETV Bharat / state

રાજકોટમાં માથું છુંદેલી હાલતમાં 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ લાગી તપાસમાં - Murder in rajkot - MURDER IN RAJKOT

રાજકોટ જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે, ત્યારે શહેરમાં વધુ એક ગુનાહિત ઘટના સામે આવી છે. એક યુવકની નિર્મમ હત્યા કર્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. Murder in rajkot

રાજકોટ 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો
રાજકોટ 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 12:10 PM IST

Updated : Jul 1, 2024, 4:21 PM IST

રાજકોટ: રાજકોટના રામદેવપીર ચોકડી પાસે રૈયા ધારમાં રહેતા એક યુવાનની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. પથ્થરના ઘા મારીને આ યુવકની હત્યા નીપજાવી તેની લાશને ઝાડી-ઝાંખરામાં ફેંકીને આરોપી ફરાર થઈ ગયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને બીજી તરફ આરોપીઓને ઝડપવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

22 વર્ષીય યુવકની હત્યા: આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, રાજકોટનાં રામદેવપીર ચોકડી પાસે ડ્રીમ સિટી નજીક રૈયાધાર વિસ્તારમાંથી માથું છુંદેલી હાલતમાં 22 વર્ષીય એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ વિનોદ દિનેશભાઈ વઢિયારા હોવાનું જાણવા મળ્યું છે, જે રાધે શ્યામ ગૌ શાળા સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને સાયકલમાં ફેરી અને છુટક મજુરી કરતો હતો.

માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળ્યો: મૃતક વિનોદના સગા નટુભાઈ લલાડીયાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે તે 9 વાગ્યે તે ઘરેથી નીકળ્યો હતો અને બપોરે 3 વાગ્યે સુધી ઘરે પરત ન કરતા તેને ફોન કર્યો હતો, ત્યારે તેણે કહ્યું હતુ કે, ભંગારના ડેલે છુ અને કામમાં છું પછી ફોન કરજો. જોકે, બાદમાં જ્યારે તેને ફોન કરવામા આવ્યો તો તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. પરિવારને કંઈ અજુગતુ થયું હોવાનો અંદાજ આવતા વિનોદ ગુમ થયાની પોલીસ ફરિયાદ કરવામા આવી હતી. આ દરમિયાન ડ્રીમ સિટી પાસે ઝાળી-ઝાંખરામાંથી તેની સાયકલ મળી આવી હતી. વધુ તપાસ કરતા નજીકમાં જ આવેલા ઝાળી-ઝાંખરામાં યુવાનનો માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ લાગી તપાસમાં: ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સાથે વેસ્ટ ઝોનના ACP રાધિકા ભારાઈ પણ ત્યાં પહોચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ''વિનોદના પિતા અમદાવાદમાં રહે છે અને વિનોદ માતા સાથે છેલ્લા 13 વર્ષથી રાજકોટમા રહે છે. વિનોદ પરિણીત છે જોકે તેનાં પત્ની રિસામણે છે અને તેને 8 માસની દીકરી પણ છે. વિનોદની હત્યા કોણ અને ક્યાં કારણોસર કરી હજુ તે જાણવા મળ્યું નથી પોલીસ હત્યાનો ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે''.

  1. એપાર્ટમેન્ટની પાર્કિંગમાં લિફ્ટ નીચે કચડાઇ જવાથી 3 વર્ષની માસૂમનું મોત, માતા-પિતાઓને સાવચેત કરતો કિસ્સો - Innocent girl dies under lift
  2. રાજકોટની બેબી કેર હોસ્પિટલનાં સંચાલકોને 6.54 કરોડનો કરાયો દંડ, જાણો શા માટે ? - Child care hospital fined

Last Updated : Jul 1, 2024, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.