ભુજ: નગરપાલિકા દ્વારા વર્ષ 2024-2025 માટે કુલ 153.33 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. 01/04/2024ની ઓપનિંગ 47,03,68,397.34 બતાવવામાં આવી છે. સામાન્ય આવક, સામાન્ય ગ્રાન્ટ આવક, યોજનાકીય સામાન્ય આવક અને શિક્ષણ ઉપકર ની આવક મળીને કુલ 127,80,23,908 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે જ્યારે સામાન્ય ખર્ચ, કેપિટલ ખર્ચ મ્યુનસિપાલિટીના ફંડમાંથી, યોજનાકીય ગ્રાન્ટ ખર્ચ, શિક્ષણ ઉપકર મળીને કુલ 153,33,34,686 રૂપિયાની જાવક બજેટમાં બતાવવામાં આવી છે. જ્યારે 21,50,57,619.34 રૂપિયા કલોઝિંગ બેલેન્સ તરીકે 31 માર્ચ 2025 ના હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે.
મેરેજ રજસ્ટ્રેશન ફી અને ગુમાસ્તા ધારા ફી મળીને 1.07 લાખની આવક
પ્રોપર્ટી ટેક્સ, સફાઈ વેરો, વોટર ચાર્જ, ડ્રેનેજ ચાર્જ, દીવાબત્તી વેરો, કનેકશન ફી, વ્યવસાય વેરો, મેરેજ રજસ્ટ્રેશન વહીવટી ચાર્જ, વહીવટી ચાર્જ જેવા તમામ કરોને મ્યુનસિપાલિટી રેઇટ અને કર હેઠળ દર્શાવીને કુલ આવક 23.68 કરોડ દર્શાવાઈ છે. મેરેજ રજસ્ટ્રેશન ફી અને ગુમાસ્તા ધારા ફી મળીને 1.07 લાખની આવક બજેટમાં દર્શાવામાં આવી છે.
વિવિધ ફી અને ભાડાની 4.35 કરોડ આવક
મ્યુનસિપાલિટી મિલકત તેમજ કર નાખ્યા સિવાયની આવક 4.35 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે જેમાં હંગામી જમીનનું ભાડું, દુકાન ભાડું, કાયમી જમીન ભાડું, વેજીટેબલ માર્કેટ ભાડું, મકાન ભાડું, મોબાઈલ ટોયલેટ ભાડું, ધંધાદારી લાયસન્સ ફી, હોર્ડિંગ ભાડું, મોબાઈલ ટાવર ચાર્જ, કેબલ ચાર્જ, નોટીસ ફી,વોરંટ ફી, મેળાની આવકનો સમાવેશ થાય છે.
પરચુરણ આવક 3.27 કરોડ
પરચુરણ આવકની અંદર નગરપાલિકાએ રોકેલા નાણાનું વ્યાજ, માહિતી અધિકાર ફી, અરજી ફી, મલિન જળ ફી, સફાઈ દંડ,પરચુરણ ટેન્ડર ફી, એમ્બ્યુલન્સ ફી, શબવાહિની ફી,ટાઉન હોલ નું ભાડું, પાણી પુરવઠા નામ ટ્રાન્સફર ફી, ટેકસ નામ ટ્રાન્સફર ફી , પાણી લાઈન ટ્રાન્સફર ફી, જન્મ મરણ ફી, વાર્ષિક આવકનો દાખલો, ફાયર ફાઇટર ચાર્જ, પે નોટીસ પગાર મળીને કુલ 3,27,81,000ની આવક બજેટમાં બતાવવામાં આવી છે.
મ્યુનસિપાલિટી ફાળવણી બોર્ડની ગ્રાન્ટ અંતર્ગત 13.08 કરોડ રૂપિયાની આવક
સમાન્ય ગ્રાન્ટ અંતર્ગત કુલ 12,03,90,000 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે. વિકાસ ભંડોળની અંદર 1,05,00,000ની આવક બજેટમાં દર્શાવાઈ. મ્યુનસિપાલિટી ફાળવણી બોર્ડની ગ્રાન્ટ અંતર્ગત જુદી જુદી 16 જેટલી યોજનાઓ અને ગ્રાન્ટનો સમાવેશ થાય છે જેનાથી કુલ 13,08,90,000 રૂપિયાની આવક બજેટમાં દર્શાવાઈ છે.
કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ થી 14.50 કરોડ જેટલી આવક થશે તેવું અંદાજ પત્રમાં જણાવાયું છે.જિલ્લા આયોજન મંડળ ગ્રાન્ટ દ્વારા 3 કરોડ જેટલી આવક બજેટમાં દર્શાવામાં આવી છે.અસાધારણ આવક 77 લાખ દર્શાવાઈ છે. જ્યારે ડિપોઝિટ તરીકે વોટર સપ્લાય, ડ્રેનેજ, એકાઉન્ટ, કોન્ટ્રાક્ટ, ટાઉન હોલ, દબાણ, સેનીટેશન અને ટેકસ પેટે એડવાન્સ ડિપોઝિટ મળીને કુલ 23,91,15,000 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે.1/04/2024ની ઓપનિંગ બેલેન્સ 47,03,68,397.34 બતાવવામાં આવી છે.આમ કુલ મળીને 127,80,23,908 ની આવક બજેટમાં દર્શાવવામાં આવી છે.
વિવિધ ફંડફાળાના 1.81 કરોડના ખર્ચ દર્શાવવામાં આવ્યા
સામાન્ય વહીવટના જુદા જુદા પગાર અને ફીના ખર્ચા મળીને કુલ 2,45,00,000 જેટલો ખર્ચ બજેટમાં દર્શાવામાં આવ્યો હતો. કરના ઉઘરાણા અંગે ખર્ચા હેઠળ 12 લાખ જેટલો ખર્ચ બજેટમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે બીજા કરો મળીને કુલ 9,35,000નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. અન્ય બીજા રિફંડ ના 1.50 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવાયો છે. વિવિધ ફંડફાળાના 1,81,20,000 ખર્ચ દર્શાવવામાં આવ્યું છે.
પરચુરણ ખર્ચા 2.06 કરોડ જેટલા આંકવામાં આવ્યા
જાહેર સલામતી હેઠળ 1.07 કરોડના ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત પાણી પુરવઠા અને ડ્રેનેજના મથાળા હેઠળ 35,11,50,000નો ખર્ચ બજેટમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે જાહેર દેખરેખ સેનીટેશન, બાંધકામ શાખા, મેલેરિયા તથા કુટુંબ કલ્યાણ વિભાગના ખર્ચ માટે 24,77,00,000 ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે. જ્યારે પરચુરણ ખર્ચા 2,06,50,000 જેટલા આંકવામાં આવ્યા છે.
વિવિધ ગ્રાન્ટ અને મ્યુનસિપાલિટીના ફંડમાંથી થતો કેપિટલ ખર્ચ દર્શાવાયો
વિવિધ ગ્રાન્ટ પાછળ થતો ખર્ચ 1.32 લાખ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે મ્યુનસિપાલિટીના ફંડમાંથી કેપિટલ ખર્ચ 3,45,50,000 જેટલો ખર્ચ કરવામાં આવશે.આ ઉપરાંત વિકાસ ભંડોળમાંથી 9.21 કરોડ , મ્યુનસિપાલિટી ફાળવણી બોર્ડ માંથી 41,33,94,686 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી 16.05 કરોડ જેટલો ખર્ચ બજેટમાં દર્શાવામાં આવ્યો છે. કેપિટલ ખર્ચ આયોજન મંડળની ગ્રાન્ટ માંથી 2 કરોડનો ખર્ચ કરવામાં આવશે.આ ઉપરાંત અસાધારણ ખર્ચ 9.04 કરોડનો દર્શાવવામાં આવ્યો છે આમ કુલ મળીને 153,33,34,686 રૂપિયાનો ખર્ચ બજેટમાં દર્શાવામાં આવ્યો છે. 21,50,57,619.34 રૂપિયા કલોઝિંગ બેલેન્સ તરીકે 31 માર્ચ 2025ના હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે.
PGVCLનું લેણું ચૂકવવામાં આવશે
ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, "આજની સામાન્ય સભામાં ભુજ નગરપાલીકાનું વર્ષ 2024-2025 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે કુલ 153.33 કરોડનું છે.જેમાં વિવિધ માળખાકીય સુવિધાઓ તેમજ નગરપાલિકાની વિવિધ આવકો અને ખર્ચ પેટની જોગવાઈઓ કરવામાં આવી છે.આ ઉપરાંત ભુજ નગરપાલિકા પર જે પીજીવીસીએલનું 40 કરોડનું લેણું છે તે પણ સરકાર પાસેની લોન મળ્યા બાદ ભરપાઈ કરવામાં આવશે.આજે સામાન્ય સભામાં બજેટની સાથે સાથે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંગેનો અભિનંદન પ્રત્સવ તેમજ ડમ્પીંગ સાઈટ પર તાત્કાલિક કચરો હટાવવા હિટાચી મશીન અને ડમ્પર ભાડે રાખવા બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા."