ETV Bharat / state

ડિમોલિશન કરીને રસ્તો પહોળો તો કર્યો હવે ડામર રોડ ક્યારે ? રસ્તો ધૂળીયો થતાં રાહદારીઓને ફેફસાની બીમારી થાય તેવી સ્થિતિ - ROAD IN BAD CONDITION

મહાડીમોલેશન દ્વારા રસ્તો પહોળો કરી લોકોને અવરજવર માટે વ્યવસ્થા કરી આપી છે. જો કે ત્યારબાદ રસ્તામાં ડામરનું કામ નહીં થતા રસ્તો ધુળીયો થઈ ગયો છે.

રસ્તામાં ડામરનું કામ નહીં થતા રસ્તો ધુળીયો થઈ ગયો
રસ્તામાં ડામરનું કામ નહીં થતા રસ્તો ધુળીયો થઈ ગયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2024, 6:39 PM IST

ભાવનગર: જિલ્લા મહાનગરપાલિકાના પૂર્વ કમિશનરે બોરતળાવના મફતનગરમાં મહા ડીમોલિશન દ્વારા રસ્તો પહોળો કરી લોકોને અવર જવર માટે વ્યવસ્થા કરી આપી છે. જો કે ત્યારબાદ રસ્તામાં ડામરનું કામ નહીં થતા રસ્તો ધુળીયો થઈ ગયો છે. આવતા જતા રાહદારીઓને ફેફસાની બીમારી થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, આ સમસ્યા વિશે સ્થાનિકો અને મહાનગરપાલિકા શું કહે છે ચાલો જાણીએ...

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં મફતનગરમાં હજારો લોકો અવર જવર કરે છે. જેથી મહાનગરપાલિકાના એક કમિશનરે ડિમોલિશન કર્યા બાદ બદલી થતા નવા કમિશનરના શિરે જવાબદારી આવી છે. પરંતુ આવતા જતા લોકો ધૂળના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા હોય તેવી લાગણી અનુભવતા સ્થાનિક આગેવાનોએ આકરા પ્રહાર સાથે વિનંતી કરી છે.

બોરતળાવ મફતનગરનો રોડ ફેફસાની બીમારીનું બની શકે કારણ (Etv Bharat Gujarat)

ડિમોલિશન કરી રોડ ખુલ્લો કર્યો: બોરતળાવ વિસ્તારમાં રહેતા મહેશભાઈએ જણાવ્યું હતું કે, 'ઉપાધ્યાય સાહેબે પ્રજાની સુખાકારી માટે અને આવાગમન માટે રસ્તો પહોળો કરવાનો નિર્ણય લીધો. મફતનગરનો રોડ 32 મીટરનો હતો. લોકોને વિસ્થાપિત ન થવું પડે બધાની સગવડતા સચવાય તે પ્રમાણે વ્યવસ્થા કરવાની હતી જોકે એ પ્રમાણે પ્રજાના પ્રશ્નનો હલ કરવા માટે ડિમોલિશન કર્યું જેમાં ઘણા બધા લોકોના આવાસ ગયા, છતાં લોકોએ સહજ સ્વીકાર્યું પરંતુ આ કાર્ય થઈને છ મહિના થઈ ગયા છે પરંતુ રસ્તાની હાલતમાં સુધારો નથી.'

ડામરનું કામ નહીં થતા રસ્તો ધુળીયો થઈ ગયો
ડામરનું કામ નહીં થતા રસ્તો ધુળીયો થઈ ગયો (Etv Bharat Gujarat)

રોગ ફેલાવે તેવી સ્થિતિમાં રોડ: મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 'રોડમાં મેટલ પાથરી ઉપર ગ્રીટ નાખી છે પુષ્કળ ધૂળ ઉડે છે. જાણે આપણે દિલ્હીમાં રહેતા હોઈએ એવું પ્રદૂષણ ઊભું થયું છે. શ્વાસના દર્દીઓ, ફેફસાની તકલીફો હોય તેવા લોકો અથવા તો ઇમ્યુનિટી ઓછી હોય એવા વ્યક્તિઓને આ ધૂળ ધુમાડાના કારણે જીવલેણ બીમારીઓ ઘર કરી શકે છે.'

ઇન્ટરનલ રોડમાં હજારોનું આવાગમન: મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "હવે જ્યારે આપણો રાજકોટ હાઇવે પુલને કારણે જે કામકાજ ચાલુ છે, જોકે છેલ્લા પાંચ વર્ષથી આમ તો સપ્તવર્ષીય યોજના થઈ પૂર્ણ થઈ જવી જોઈએ. પરંતુ કંકાજનું ભારણ ઇન્ટર્નલ રોડ ઉપર આવશે તે વિચારીને જ આ રોડ ઉપાધ્યાય સાહેબે પોળો કર્યો પણ રોડમાં કાર્પેટીંગ કરવામાં આવ્યું નથી. છ મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. આજે કુમુદવાડીની અંદર 50,000 થી વધારે વ્યક્તિઓ રોજીરોટી રળવા આવે છે અને એ વ્યક્તિઓને ચાલવુ ક્યાંથી તો એના માટેનો આ એક સબસ્ટિટ્યૂટ રોડ હતો. પ્રજાના જીવ સાથે ચેડા ન કરવામાં આવે. ઉપરાંત જે રીતે કહેવામાં આવે છે એ પ્રમાણે પ્રજા ટેક્સ આપે છે તો તેના બદલામાં સાહેબ થોડી સુવિધા તો આપવામાં આવે અમારી તો આટલી જ વિનંતી છે."

બોરતળાવ મફતનગરનો રોડ ફેફસાની બીમારીનું બની શકે કારણ

લ્યો બોલો હજુ આટલો સમય ધૂળનો કરવાનો સામનો: ભાવનગરના કમિશનર સુજીતકુમારે જણાવ્યું હતું કે, ડિમોલિશન પછી જે રસ્તા હતા એમાં મેટલિંગની કામગીરી કરી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં આગળની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે અને પેપર બનાવવામાં આવશે. આ લગભગ 900 મિટર લાંબી રોડ છે અને એમાં ASR પ્રમાણે કામ કરવામાં આવશે. આગામી બે ત્રણ મહિનામાં કામ મંજુર કરવામાં આવશે અને બાદમાં આગળની કાર્યવાહી થશે.

આ પણ વાંચો:

  1. ખ્યાતિકાંડ: આરોપી ડૉ. સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, રાજશ્રી કોઠારીના આગોતરા જામીન નામંજૂર
  2. VIDEO: ઉનામાં નાશ કરવાના દારૂમાંથી પોલીસકર્મીએ કરી કટકી? પકડાઈ જતા PIને કહ્યું- સેમ્પલ મૂકવા...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.