ભાવનગર: મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં ઘરવેરામાં વધારાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય સભામાં પણ મંજૂરી મળ્યા બાદ તે અમલમાં આવનાર છે. મહાનગરપાલિકાએ રહેણાંક વિસ્તારમાં એક રૂપિયો અને કોમર્શિયલ વિસ્તારમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. જો કે મિનિમમ કરવાળી મિલકતોને બાકાત રાખવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાના કર વધારાથી શહેરીજનોને શું ફાયદો થશે અને નવા ભાવ વધારાને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે તે અહીં જાણવાનો અમે પ્રયાસ કર્યો છે.
સાત વર્ષ બાદ નવો કર વેરો: ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુ રાબડીયાની અધ્યક્ષતામાં મળી હતી. કમિશનર તરફથી દરખાસ્ત મળી હતી કે રહેણાક અને કોમર્શિયલ ક્ષેત્રે કરમાં વધારો કરવામાં આવે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા 2017-18 માં વેરો વધાર્યા બાદ સાત વર્ષથી વેરો વધાર્યો નથી. હાલમાં રહેણાંકીમાં બાર રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને કોમર્શિયલમાં 24 રૂપિયા લેવામાં આવી રહ્યા છે, ત્યારે કમિશનરની દરખાસ્ત હતી કે, રહેણાંકમાં ચાર રૂપિયાનો વધારો અને કોમર્શિયલમાં આઠ રૂપિયાનો વધારો કરવામાં આવે. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે વિચાર કરીને રહેણાક ક્ષેત્રે એક રૂપિયો અને કોમર્શિયલ ક્ષેત્રે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે મિનિમમ ટેક્સ વાળી મિલકતો બાકાત રાખીને રહેણાંકની માત્ર 5500 અને કોમર્શિયલ ક્ષેત્રે 7500 મિલકતમાં નવો કર વેરો વધારવામાં આવનાર છે. સુરત સિવાય અન્ય મહાનગરોમાં ભાવનગર કર વધારામાં સૌથી પાછળ છે.
શું છે શહેરીજનોનો પ્રતિભાવ: ભાવનગર મહાનગરપાલિકાએ વધાર્યો તો જરૂર કર્યો છે, ત્યારે ભાવનગરના એક એકાઉન્ટ અને નાગરિક કમલેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એક રૂપિયો કિંમતમાં ન ગણાય પરંતુ મકાનનું બાંધકામ જોઈએ તો મધ્યમ વર્ગને આકરૂ જરૂર લાગે છે. ભાવનગર ડાયમંડ અને કેમિકલ આધારિત વર્ગ છે, જે વર્ગના લોકો વધારે રહે છે. ત્યારે વર્ષે 600 થી 700 રૂપિયાનો વધારો તેને પછીના દિવસો માટે માથે પડતો જાય છે કારણ કે મહિને પણ તેને 200 થી 300ની ગણતરી હોય છે. કોરોના કાળ પછી સામાન્ય વ્યક્તિએ રોજનું રળીને રોજનું ખાતા શીખવા વાળો વર્ગ વધી ગયો છે. આવકના સાધનો ઓછા થયા છે. હાલ પૂરતો એક રૂપિયો એટલે કે જે 8.33 ટકાનો વધારો છે તે મારી દ્રષ્ટિએ મૂલતવી રાખવી જોઈએ.
ભાવનગર મહાનગર પાલિકાએ વધારેલા કરવેરો નિશ્ચિત કરેલી કેટલીક મિલકતોને જ લાગુ પડવાનો છે, ત્યારે ભાવનગરના એક નાગરિક અને શિક્ષક રમેશભાઈ પંડિતે જણાવ્યું હતું કે સજાગ નાગરિક તરીકે તો સરકારના નિર્ણય સાથે હોઈએ છીએ. મધ્યમ વર્ગને માથે ના પડે એટલે કે મિલ્કીંગ મેથડ છે તે પ્રમાણે ધ્યાનમાં રાખવામાં આવે. કોરોનાકાળ બાદ વધારે આવક ન હોય આથી લોકોની આવકને ધ્યાનમાં લઈને નિર્ણયો કરવામાં આવે તો તે સારું કહી શકાય.