ETV Bharat / state

બોલો, હવે અડધા બ્રીજનું પણ લોકાર્પણ, જીતુ વાઘાણીએ બાકીનો અડધો બ્રીજ ખુલ્લો મુકવા અંગે શું કહ્યું? - BHAVNAGAR FLYOVER INAUGURATION

વર્ષ 2019માં ખાતમુહૂર્ત થયાના પાંચ વર્ષ બાદ આખરે ભાવનગર શહેરનો પ્રથમ ફ્લાયઓવર શરૂ થયો છે, પરંતુ અધૂરો. જાણો સમગ્ર મામલો...

ભાવનગરમાં ફ્લાયઓવરનું લોકાર્પણ
ભાવનગરમાં ફ્લાયઓવરનું લોકાર્પણ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 4:32 PM IST

Updated : Dec 10, 2024, 11:36 AM IST

ભાવનગર : વર્ષ 2019 માં ભાવનગર શહેરના પ્રથમ ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત થયું હતું. જેને તૈયાર કરવાની સમયમર્યાદા દોઢ વર્ષ હતી. જોકે, પાંચ વર્ષ બાદ આખરે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તે પણ અડધું. માત્ર એક તરફનો ફલાયઓવર શરૂ કરવામાં આવ્યો છે. આવું શા માટે અને સંપૂર્ણ ફ્લાયઓવર ક્યારે શરૂ કરવામાં આવશે? જાણો ધારાસભ્ય જીતુ વાઘાણીએ શું કહ્યું...

ભાવનગરમાં "અડધા" ફ્લાયઓવરનું ઉદ્ઘાટન : ભાવનગરના પ્રથમ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાવનગરના મેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયા તેમજ કલેકટર આર. કે. મહેતા અને કમિશનર સુજીતકુમારની ઉપસ્થિતિમાં ફ્લાયઓવરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે દેસાઈનગરથી શહેરમાં પ્રવેશતા લોકો ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે.

ભાવનગરમાં "વન-વે" ફ્લાયઓવરનું લોકાર્પણ (ETV Bharat Gujarat)

પાંચ વર્ષ બાદ શરૂ થયો "વન-વે" ફ્લાયઓવર : ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આજે દેસાઈનગરથી RTO સુધી ભાવનગરના પ્રથમ ફ્લાયઓવરની એક સાઈડ ખુલી મૂકી છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકારે સીધી રૂ. 115 કરોડની ગ્રાન્ટ ભાવનગરને ફાળવી હતી. તેનો એક ભાગ હજી બાકી છે, પરંતુ અમે અધિકારીઓને સૂચના આપી છે. ચોક્કસ ટેકનિકલ બાબતોના કારણે થોડું મોડું થયું છે, પરંતુ કારણો શોધીને ઝડપથી કામ પૂર્ણ થશે. કુલ મળીને પ્રથમ ફ્લાયઓવર ભાવનગરની જનતા માટે આજે વન-વે શરૂ કર્યો છે.

ભાવનગરમાં
ભાવનગરમાં "અડધા" ફ્લાયઓવરનું ઉદ્ઘાટન (ETV Bharat Gujarat)

સંપૂર્ણ ફ્લાયઓવર ક્યારે શરૂ થશે ? જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અમારા પ્રયાસ છે કે ગુજરાત સ્થાપના દિવસ 1 મે પહેલા બંને સાઈડ ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે. અહીં 2013 માં દરરોજ સરેરાશ 30,607 જેટલા વાહનો નીકળતા હતા. બાદમાં નવેમ્બર, 2023માં 61,223 થયા અને વર્ષ 2025 માં 70,419 અપેક્ષિત છે. ઘણી જગ્યાએ ટેકનીકલ ખામીને કારણે મોડું થયું છે, પણ બંને સાઈડ શરૂ થયા બાદ રાહત મળશે.

અધૂરું અને ઉલટું લોકાર્પણ શા માટે ? શાસ્ત્રીનગરથી દેસાઈનગર આવવા માટે એક માર્ગ અને દેસાઈનગરથી RTO સર્કલ સુધીનો એક માર્ગ છે. હાલમાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર આવવાના ભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જોકે આ લોકાર્પણ ઉલટી દિશામાં કરવામાં આવ્યું છે, કારણ કે દેસાઈનગરથી જવાના માર્ગનું બાંધકામ રેમ્પનું સરીતા સોસાયટીના બીજા નાકાની સામેની તરફ કામ બાકી છે. સંપૂર્ણ ફલાયઓવર શરૂ થશે ત્યારે શાસ્ત્રીનગરથી દેસાઈનગર તરફ હાલ શરૂ કરેલો માર્ગ ઉપયોગમાં લેવાશે.

  1. શેત્રુંજી ડેમ 100 ટકા ભરાયો: સિંચાઈ માટે ક્યારે પાણી મળશે જાણો...
  2. ભાવનગર મનપાએ સરકાર પાસે 'સ્પેશિયલ પ્રોજેક્ટ' માટે માંગ્યા 99 કરોડ

Last Updated : Dec 10, 2024, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.