ભરુચઃ અંકલેશ્વરમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ચોરીની ઘટનામાં વૃધ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાત્રિ દરમિયાન તેમના મકાનની તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સવારે મકાનમાં ચોરી થઈ હોવાની પરિવારને જાણ થતાં પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો. મકાનમાં બેડરૂમમાં 72 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા ડીએસપી, ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. પોલીસ ડોગ સ્કોડ,એફએસએલ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ અંકલેશ્વરમાં તસ્કરોએ છેલ્લા કેટલાક મહિનાથી તરખાટ મચાવ્યો છે. ચોરીની ઘટનાને એકબાદ એક અંજામ આપી રહ્યા છે. અંકલેશ્વરના જૂના દીવા ગામમાં ચોરી વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વરના જૂના દીવા ગામના વશી ફળિયામાં 72 વર્ષીય યાકુમ મોહમ્મદ જીણા તેમની પુત્રી અને જમાઈના ત્યાં આવ્યા હતા. રાત્રિ દરમિયાન તેમના મકાનની તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સવારે મકાનમાં ચોરી થઈ હોવાની પરિવારને જાણ થતાં પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો. મકાનમાં બેડરૂમમાં 72 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસ કાર્યવાહીઃ ઘટના અંગેની જાણ થતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી ડો.કુશલ ઓઝા સહિત શહેર એ ડીવીઝન પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ 72 વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ જીણાને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.