જૂનાગઢ: ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસતા વરસાદની વચ્ચે વાતાવરણની ઠંડક સૌ કોઈને ગરમાગરમ ભજીયાની યાદ અપાવે છે. વર્ષ દરમિયાન ચોમાસાના દિવસોમાં ભજીયાની ખપત અને તેનો સ્વાદ સૌથી બહોળા પ્રમાણમાં લોકો માણતા હોય છે. ભજીયા સમગ્ર દેશ અને દુનિયામાં ખવાતું એક સામાન્ય નાસ્તાનુ વ્યંજન છે પણ આધુનિક સમયમાં ભજીયા હવે અનેક પ્રકારે બની રહ્યા છે.
પહેલાના ચલણમાં મેથીની ભાજી અને ડુંગળી લસણ અને મરચા સાથેના ભજીયા ખવાતા હતા. પરંતુ હવે આજે એમાં અનેક ફેરફારો આવ્યા છે. હવે નવી નવી ચીજોમાંથી ભજીયા બની રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં ભવનાથ મંદિર પાછળ સરકારી પ્રાથમિક શાળા પાસે આવેલા દાસારામના ભજીયા અલગ- અલગ છ પ્રકારે બને છે જેને ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
આજે જૂનાગઢમાં આવેલ કચ્છ વાસીએ દાસારામના ભજીયા ખાઈને અત્યાર સુધીના સર્વ શ્રેષ્ઠ ભજીયા ગણાવ્યા છે. તેઓ 12 વર્ષથી જૂનાગઢમાં ભજીયાનો ધંધો કરે છે. અહીં દિવસ દરમિયાન રોજ 200 થી 300 પ્લેટનું વેચાણ થાય છે. શનિ, રવિ અને રજાના દિવસોમાં અંદાજે 350 પ્લેટ જેટલું વેચાણ થઈ જતું હોય છે. તેઓ દિવસ દરમિયાન અંદાજિત 8 થી 9 હજારની આવક મેળવે છે. જેમાં ખર્ચ કાઢતા બે થી ત્રણ હજારનો ચોખ્ખો નફો કમાઈ છે.
ભજીયાના શોખીનો માટે દાસારામના ભજીયા: ભજીયા એક એવું વ્યંજન છે કે જે સમગ્ર દેશ અને દુનિયામાં સાર્વત્રિક રીતે નાસ્તો, ભોજન અને તમામ પ્રકારના પ્રસંગોમાં સાર્વત્રિક જોવા મળતું હોય છે. શરૂઆતના દિવસોમાં મેથીના ગોટા અને ડુંગળી, લસણ, મરચાં સાથેના ભજીયા આ બે ભજીયાના પ્રકારો ખૂબ જ પ્રચલિત હતા અને લોકો તેને માનભેર આરોગતા પણ હતા. સ
મય આગળ વધતાની સાથે ભજીયાના પ્રકારોમાં પણ હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. પહેલા ભજીયા સાથે શેકેલા મરચા ખાવાની એક પરંપરા હતી. આજે તેમાં પણ અવનવી અને અનેક સ્વાદ આપતી ચટણીએ ભાગ લીધો છે. જેને કારણે ન માત્ર ભજીયા સ્વાદિષ્ટ બન્યા છે પરંતુ સાથે સાથે તે સ્વાદના ચસ્કાનુ પ્રતીક પણ બની રહ્યા છે.
અનેક પ્રકારે બની રહ્યા છે ભજીયા: આજે ભજીયામાં પણ અનેક અનેક વેરાઈટી જોવા મળે છે. મેથીના ગોટાની સાથે ડુંગળી, લસણ અને મરચાના ભજીયા, બટાકાની પતરીની સાથે બટાકા વડા, ભરેલા બટાકા અને મરચાના ભજીયા, દાળવડા કે જેમાં ડુંગળી, ચણાદાળ અને અન્ય લીલો મસાલો બનાવીને ખાસ પ્રકારે આ ભજીયા તૈયાર થાય છે. જેનો સ્વાદ અન્ય ભજીયા કરતાં અલગ હોય છે.
પાછલા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં ભરેલા ટામેટાના ભજીયા, ભરેલી ખજૂરના ભજીયા આ પ્રકારે પણ ભજીયામાં અનેક વેરાઈટીઓ બની રહી છે. જેમાં ચટપટા સ્વાદ માટે અનેક મરી મસાલા અને લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્વાદના શોખીનોને ભજીયાનો ચસ્કો લાગે તે પ્રકારે ભજીયા બની રહ્યા છે. ભજીયામાં પણ દર વર્ષે હવે નવા નવા પ્રકારો આવી રહ્યા છે. જે સ્વયંમ ભજીયા બનાવતા લોકો દ્વારા કરવામાં આવે છે. જો લોકોની વચ્ચે નવું આવેલું ભજીયુ જગ્યા બનાવી લે તો તે ભજીયા જે તે વિસ્તારના અથવા તો જે તે દુકાનના પ્રખ્યાત ભજીયા પણ બનતા હોય છે.
આ પણ વાંચો