બનાસકાંઠા: સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાના ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે ગેનીબેનના સમર્થકો એ જહુ ધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા માની હતી. કે ગેનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભારો ભાર જોખવા એ પ્રમાણે ગેનીબેન ઠાકોરની જીત થતા આ માનતા પુરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતી સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ધજા ચડાવી સાકર ભારોભાર ગેનીબેન ઠાકોરને જોખવામાં આવ્યા હતા માતાજીના દર્શન કરી સમર્થકો ની માનતા પૂર્ણ કરી હતી.
ગ્રામજનોએ ગેનીબેને સાલ ઓઢાડી સન્માન કર્યું: જહુ ધામના ભુવાજી પ્રવિણસિંહ રાજપુત દ્વારા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ને સાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા, સાથે સાથે તમામ આગેવાનો નું પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું વેડંચા ગામના સરપંચ સહિત વેડંચા ગ્રામજનોએ ગેનીબેને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જીત અપાવવા બદલ સાંસદ ગેનીબેન ઠાકોરે ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓ ની મુશ્કેલીના નિવારણ માટે સરકાર માં દમદાર રજુઆત કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વેડંચા સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.