ETV Bharat / state

'દેવદૂત'ની સ્થિતિ જ દયનીય, જીવના જોખમે પણ લોકોની જિંદગી માટે ઝઝુમતા 56 વર્ષીય તરવૈયાની કહાની - life saver Banaskantha diver - LIFE SAVER BANASKANTHA DIVER

દુનિયા મદદ અને આશા ઉપર કાયમ છે. ત્યારે આજના યુગમાં એવા લોકો છે જેઓ જીવવાની આશા કોઈક કારણોસર ખોઈ દે છે. અને છેલ્લું પગલું આત્મહત્યા એજ કલ્યાણ માની બેસે છે. ત્યારે આવા હતાશ લોકોને નવુ જીવન જીવવા માટે મોતના મુખમાંથી ખેચી લાવે છે. વાત છે બનાસકાંઠાના 56 વર્ષીય સુલતાનભાઈ કેનાલમાં આત્મહત્યા કરવા જતા અનેક લોકોને પોતાના જીવની પરવા કર્યા વગર બચાવે છે. જાણો. life saver Banaskantha diver

સરહદી પંથકનો જાબાજ મરજીવો જે પાણી સાથે બાથ ભીડે
સરહદી પંથકનો જાબાજ મરજીવો જે પાણી સાથે બાથ ભીડે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 4:25 PM IST

Updated : Jul 21, 2024, 6:21 AM IST

સુલતાનભાઈએ 12-15 વર્ષની બાળવસ્થાથી તરવૈયાનું સેવાકાર્ય શરૂ કર્યું હતું (Etv Bharat gujarat)

બનાસકાંઠા: કલયુગ એટલે એવો સમય છે જ્યા લોકોને બીજા માટે સમય હોતો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના એક 56 વર્ષય એવા સેવાકર્મી કે જે પોતાના મોતની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મોતની છલાંગ લગાવી લોકોના જીવ બચાવે છે. તેમજ મૃત પામેલા લોકોના મૃતદેહોને શોધી કાઢવા કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર અનોખું સેવાકાર્ય કરી રહયા છે. નાના પરિવારમાંથી આવતો આ વ્યક્તિ કોઈ પણ જાતની આર્થિક લોભલાલચ કર્યા વગર આ સેવાનું કાર્ય કરી અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે. તેમજ કેનાલમાં આત્મહત્યા કરી લેતા લોકોના મૃતદેહને બહાર કાઢી આપ્યા છે.

સરહદી પંથકનો જાબાજ મરજીવો જે પાણી સાથે બાથ ભીડે,
સરહદી પંથકનો જાબાજ મરજીવો જે પાણી સાથે બાથ ભીડે, (Etv Bharat Gujarat)

નગરપાલિકામાં બોર ઓપરેટરની ફરજ બજાવે: બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથક ગણાતા થરાદ ખાતે રહેતા 56 વર્ષીય સુલ્તાનભાઈ દાઉદભાઈ મીર કોઈ સ્વીમર નથી, ઉપરાંત તેમણે આજ સુધીમાં કોઈ સ્વિમિંગના એવોર્ડ જીત્યા નાથી. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. હાલ તેઓ થરાદ નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પણ કોઈ આકાસ્મિક ઘટના તેમના વિસ્તારમાં કે પછી એ પંથકમાં ઘટે છે ત્યારે બચાવ માટે સૌથી પહેલું નામ સુલ્તાનભાઈ મીરનું પોકારવામાં આવે છે, અને સુલ્તાનભાઈ વગર કોઈ પરિસ્થિતિની ચિંતા કર્યા વીના સ્થળ પર પહોંચી જઈ બચાવ કાર્ય શરૂ કરી દે છે. તેઓ માત્ર માનવીના જ નહી પણ પશુંઓ અને પ્રાણીઓના પણ જીવ બચાવે છે.

56 વર્ષીય સુલતાનભાઈ કેનાલમાં આત્મહત્યા કરવા જતા અનેક લોકોના જીવ બચાવે છે.
56 વર્ષીય સુલતાનભાઈ કેનાલમાં આત્મહત્યા કરવા જતા અનેક લોકોના જીવ બચાવે છે. (Etv Bharat Gujarat)

12 વર્ષના હતા ત્યારે પ્રેરણા મળી: આ મુદ્દે વાત કરતાં સુલ્તાનભાઈ મીરે જણાવતા વાત કરી કે, જ્યારે તેઓ 12 વર્ષના હતા તે સમય ટોડા ગામના તળાવમાં ચાર છોકરાઓ ન્હાતા ન્હાતા ડૂબવા લાગ્યા અને લોકો તેમને બચાવવામાં આમ તેમ તરવૈયાઓને શોધવા લાગ્યા હતા ત્યારે સુલ્તાનભાઈએ તળાવમાં ડૂબી રહેલા 4 છોકરાઓને ડૂબતા બચાવ્યા હતા. અને ત્યાર બાદ તેમને વિચાર આવ્યો કે આજ રીતે અનેક લોકો ડૂબીને મૃત્યુ પામતા હશે, અને તેમણે નિશ્ચય કરી દીધો ને તે દિવસથી આજ દિન સુધી તેઓની આ સેવા ચાલું રાખી છે. વધુ વાત કરતાં તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં માત્ર કુવામાં અને તળાવમાં ડૂબી જવાના કેસો આવતા જ્યાં તેઓ જો સમય સર પહોંચી જતા તો ડૂબનારનો જીવ બચાવી લેતા હતા અથવા જો કોઈનું મૃત્યું થઈ ગયું હોય તો તેનો મૃતદેહ બહાર કાઢી આપતા હતા. પરંતુ તે બાદ વર્ષ 2008થી જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા ખેડુતોના હિત માટે કેનાલ બનાવવામાં આવી પરંતુ આ કેનાલ ધીરે ધીરે લોકોના આત્મહત્યા કરવાનો એક સ્ત્રોત બની જેમાં લોકો કૂદીને અવારનવાર પોતાનું જીવન ટૂંકવી રહ્યા છે.

12-15 વર્ષની બાળવસ્થાથી તરવૈયા: સુલતાનભાઈએ 12-15 વર્ષની બાળવસ્થાથી તરવૈયાનું સેવાકાર્ય શરૂ કર્યું હતું. અને પોતાના સહિત આસપાસના ગામોમાં જો કોઈ લોકો ગામના તળાવમાં કે કુવામાં પડીને મોતને ભેટતા હોય તો તેવા લોકોના જીવ બચાવવાની કામગીરી તેઓ કરી રહ્યા છે.

500 લોકોના જીવ બચાવ્યા: જોકે શરુઆતમાં તો તળાવ કે કૂવામાં પડવાના જ કેસો સામે આવતા ત્યારે સુલતાનભાઇ મીર તળાવ અને કુવામાંથી 6 થી 7 લોકોના જીવ બચાવ્યા હતા. કેનાલમાં અવારનવાર લોકો પોતાનો જીવ ટૂંકાવતા હોવાથી આજ સુધી સુલતાનભાઈ મીરે 500 લોકોના જીવ બચાવ્યા છે તેમજ 400થી વધુ પશુઓના પણ જીવ બચાવ્યા છે. તેમણે અંદાજીત 4 હજારથી વધુ મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે. સુલતાનભાઇ મીર આ સેવાકાર્યનું કોઈ પણ પરિવાર પાસેથી એકપણ રૂપિયો ચાર્જ લેતા નથી, પરંતું જો કોઈ પરિવાર તેમને સહાય પેટે પૈસા આપે છે તો તેઓ તે રૂપિયાથી કેનાલમાં લોકોનો જીવ બચાવવા માટે જે સામગ્રીની જરૂર હોય તે ખરીદી લે છે, જેથી તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં લોકોનો જીવ બચાવી શકે.

ભથ્થા રૂપે માત્ર રૂપિયા 12 હજાર પગાર: સુલતાન મીર થરાદ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેમને પાલીકા દ્વારા બોર ઓપરેટરના ભથ્થા સ્વરૂપે માત્ર રૂપિયા 12 હજાર પગાર ચૂકવવામાં આવે છે. છતા કોઈ પણ સહાયની આશા રાખ્યા વગર તેઓ જીવ બચાવવાની સેવા કરી રહ્યા છે. આ સેવા કરવા માટે તેમને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી.

15 દિવસમાં 17 થી 18 લોકોના જીવ બચાવ્યા: સ્થાનિક તંત્ર અને તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સન્માનપત્ર આપી સુલતાનભાઈ મીરને સન્માનિત કર્યા હતા. જોકે સન્માનિત કરવાથી કોઈ પરિવારનું પેટ ભરાતું નથી . આ મુદ્દે વાત કરતાં સુલતાનભાઈ મીરે જણાવ્યું કે, આજના સમયમાં મોંધવારી ખુબ જ વધી ગઈ છે. જેના કારણે આજના સમયમાં તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી સરકાર આર્થીક મદદ કરે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, સુલતાનભાઈ મીરે છેલ્લા 15 દિવસમાં 17 થી 18 લોકોના જીવ બચાવ્યા છે.

સરકાર આર્થિક મદદ કરે તેવી આશા: બનાસકાંઠામાં મોતની છલાંગ લગાવતા લોકોને બચાવવાની કામગીરી કરતાં સુલતાનભાઈ મીર અત્યારે ફક્ત બનાસકાંઠામાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચિત બની ગયા છે. જ્યારે સુલતાન મીરને સરકાર દ્વારા એમને સહાય અથવા પગાર ચૂકવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.

  1. આપઘાત કરવા કીમ ખાડીમાં છલાંગ લગાવનાર યુવકને પોલીસે બચાવી લીધો, જુઓ લાઇવ વિડિયો - Surat News
  2. ચારેકોર પાણી-પાણી પણ "એકતા" ન હારી : કલાણા ગામની સગર્ભાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન - Pregnant woman rescue

Last Updated : Jul 21, 2024, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.