ETV Bharat / state

મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધતાં મહીનદીમાં પાણી છોડવામાં આવ્યું, 129 ગામોને એલર્ટ કરાયા - Water released from Kadana Dam - WATER RELEASED FROM KADANA DAM

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે અને જળ સપાટીમાં અધધ વધારો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, કડાણા ડેમમાં હાલ 1,47,546 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભારે પાણીની આવકને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. જાણો. Water released from Kadana Dam

129 ગામોને એલર્ટ કરાયા
129 ગામોને એલર્ટ કરાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 4:45 PM IST

કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં પાણી છોડ્યું (Etv Bharat Gujarat)

મહીસાગર: પાણી વધતાં કડાણા ડેમનું લેવલ હાલ 417 ફૂટ અને 5 ઇંચ ઉપર પહોંચ્યું છે અને કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો છે. ભારે પાણીની આવકને લઈને કડાણા ડેમમાંથી રાત્રે 9:00 કલાકે 2,30,858 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લા નદી કાંઠાના 106 ગામના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, અને વડોદરા જિલ્લાના કલેકટરને આ બાબતે પત્ર દ્વારા જાણ કરાઈ છે. અને સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા અને મહીસાગર જીલ્લા સહિત વિવિધ 8 જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 19 ગેટ ખોલી 2,30,858 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહેવા લાગી છે.

ડેમના ઉપરવાસમાં પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણ વાળા 129 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં ભારે માત્રામાં પાણી છોડવાનું હોવાના કારણે નદી ગાંડીતુર બની છે. જિલ્લાના ડૂબક પુલો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. માંડવી તાલુકાના આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, જુઓ ડેમનો અદ્ભુત નજારો... - rainfall update in surat
  2. રાજ્યમાં વાતાવરણમાં પલટો: વરસાદનું જોર ઘટ્યું પણ ક્યારે થશે ચોમાસું સમાપ્ત? જાણો - Gujarat weather update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.