ગાંધીનગર: કચ્છ જિલ્લાના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં 12 જેટલા મૃત્યુ નોંધાયા છે. ત્યારે આ 12 લોકોના મૃત્યુ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, મૃત્યુના કારણો જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ કોલેજ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાંતોની ટીમ મોકલવામાં આવી છે.
નિષ્ણાંતોની ટીમ 2 દિવસમાં રિપોર્ટ આપશે
નિષ્ણાંતોની ટીમ સાથે મેડીસીન, પીએસએમ, માઇક્રોબાયોલોજી બાળરોગ નિષ્ણાંત વગેરે એક્સપર્ટોની ટીમો જઇને સમગ્ર બાબતોનો સર્વેલન્સ કરીને ત્યાની માહિતી લઇને આ બાબતે મૃત્યુના કારણો જાણી તે અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને 2 દિવસમાં સુપ્રત કરવાનાં છે.
12 લોકો મૃત્યુ પામ્યા અંગે તપાસ
જ્યારે 2 દિવસમાં રિપોર્ટ આવે ત્યારે જ મૃત્યુ બાબતેના કારણો જાણી શકાશે કે આ 4 દિવસમાં 12 લોકો મૃત્યુ કેવી રીતે પામ્યા તે જાણી શકાશે. અને તેની સામે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે તેમજ એ બાબતનું સંજ્ઞાન લઇને આગામી સમયમાં આ પ્રકારના મૃત્યુ ના થાય અને તે પ્રકારના લક્ષણો દેખાય તો રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ ચોક્કસ કામગીરી કરશે.જે તે વિસ્તારની માહિતી લઇ અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ ન થાય એ બાબતે કામગીરી કરાશે.
આ પણ વાંચો: