ETV Bharat / state

કચ્છની ધરા ફરી ધ્રુજી, વાગડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો આંચકો - EARTHQUAKE JOLTS KUTCH

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં બપોરે 1:59 કલાકે ફરી એકવાર 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

કચ્છમાં 2.8ની તીવ્રતાનો આંચકો
કચ્છમાં 2.8ની તીવ્રતાનો આંચકો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 4:29 PM IST

કચ્છ: જિલ્લાના સરહદી વિસ્તારમાં બપોરે 1:59 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે બપોરે વાગડ વિસ્તારના રાપર પાસે 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. શિયાળો શરૂ થતાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે.

2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓ આવતા રહે છે. આજે બપોરે 1:59 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના રાપરથી 12 કિલોમીટર દૂર વેસ્ટ, સાઉથ-વેસ્ટમાં નોંધાયો છે.

ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં આંચકો: ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલી ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે. ત્યારે બપોરે ફરી વાગડ વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી.

4થી વધુ તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટલાઈન છે. તે ફોલ્ટલાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા નથી. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

આ પણ વાંચો:

  1. ભુજનો 477મો સ્થાપના દિવસ: પ્રાગ મહેલમાં પરંપરા રીતે ખીલી પૂજન કરવામાં આવ્યું
  2. ઘોરાડ અભયારણ્ય વિસ્તારના નિરીક્ષણ માટે કચ્છ આવી કેન્દ્રની ટીમ, ઘોરાડની ઘટતી સંખ્યા સહિતના મુદ્દાઓની કરી સમીક્ષા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.