અમરેલી: અમરેલી જિલ્લામાં યુવા પશુપાલન વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. યુવાઓ સારી નસલની ગીર ગાય, ભેંસ રાખતા થયા છે અને દૂધ ઉત્પાદન થકી સારી એવી આર્થીક પ્રગતિ પણ કરતા થયાં છે.
દૂધાળા પશુઓમાં ગીર ગાય સૌથી અગ્રેસર છે, એમાં પણ સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયા તેની કિંમત બોલાઈ છે અને તેના દૂધની કિંમત પણ પ્રતિલિટર 70 રૂપિયાથી 100 રૂપિયા છે.
4 લાખ રૂપિયાની ગીર ગાય: દામનગર ગામના પશુપાલક પ્રદીપભાઈ પરમાર નામના એક પશુપાલક પાસે ગીર ગાય છે. આ ગાયની કિંમત 4 લાખ રૂપિયા છે અને તે રોજનું 10 લિટર દૂધ આપે છે.
દરોજ્જ આપે છે 10 લિટર દૂધ: પ્રદીપભાઈ પરમારે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાયનું સમગ્ર ભારત દેશમાં વેચાણ પણ કરે છે.
પ્રદીપભાઈ જણાવે છે કે તેમની પાસે જે ગીર ગાય છે તેની કિંમત 4 લાખ રૂપિયા છે અને તે દરોજ્જ 10 લિટર દૂધ આપે છે. ગાયના દૂધની સાથે તેઓ ગાયના દૂધમાંથી ઘી બનાવીને પણ વેંચે છે.
ગીર ગાયની ખાસિયતની વાત કરીએ તો તે મહિને 30 થી 40 હજાર રૂપિયાનું આપે છે. આમ દૂધ ઉત્પાદન થકી લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. ગુજરાતમાં જુદા જુદા પ્રકારની ગાય જોવા મળે છે જેમાં ગીર ગાય સૌથી વધુ પ્રખ્યાત છે. જોકે, કપિલા ગાય પણ વિશેષ મહત્વ ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે, આપણી હિન્દૂ સંસ્કૃતિમાં ગાયનું અનોખું મહત્વ છે. ગાયમાં દૂધમાં સુવર્ણ(સોનાનાં) અંશ હોવાનું સંશોધનમાં સામે આવ્યું હતું.