ETV Bharat / state

અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબાર ફરી એકવાર ચર્ચામાં, 'X' દ્વારા કર્યો ચોંકાવનારો દાવો

ડો. ભરત કાનાબારે X પોસ્ટ કરીને અમરેલી પાલિકાના સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તેમના X પોસ્ટ બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.

ડો. ભરત કાનાબારની તસવીર
ડો. ભરત કાનાબારની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 10:17 PM IST

અમરેલી: અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ પાછળનું કારણ તેમની વેધક X પોસ્ટ છે. ડો. ભરત કાનાબારે X પોસ્ટ કરીને અમરેલી પાલિકાના સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તેમના X પોસ્ટ બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.

ભાજપ નેતાએ શું કહ્યું?
ડો. ભરત કાનાબારે X પોસ્ટ કરીને લખ્યું, સાંસદો, ધારાસભ્યો અને મ્યુ. કોર્પોરેશનોના મેમ્બરો પગાર અને ભથ્થા મળે છે. આ લાભ નગરપાલિકાના સદસ્યોને પણ મળવો જોઈએ. આમ પણ ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓમા સદસ્યોને ટકાવારી અને હપ્તા મળે છે. (જો કે આવા હપ્તા નહીં લેવા વાળા કેટલાક પ્રમાણિક સભ્યો પણ ક્યાંક ક્યાંક મળી આવે છે)

ડો. ભરત કાનાબારનો ખળભળાટ મચાવતો આરોપ (ETV Bharat Gujarat)

અમરેલી જિલ્લાની મોટાભાગની પાલિકાઓમાં આ દુષણ છે. અમરેલી પાલિકામાં આવી ખાયકી સામે કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો તો પાલિકાનું આવતીકાલ નું બોર્ડ રદ કરી દીધું અને કેટલાક સદસ્યોને શાંત પાડવા પંદર પંદર હજાર રોકડા મોકલી દીધા. ભષ્ટ્રાચારના આ દૈત્યને કોણ ઝેર કરશે એ સવાલ મોટો છે!

ભાજપ નેતા ડો. ભરત કાનાબારે કરેલા આ ખળભળાટ મચાવતા X પોસ્ટ બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદના આ વિસ્તારમાં 1 વર્ષથી લોકોને પીવાના પાણી માટે વલખાં, AMC કચેરીમાં લાગ્યા 'હાય... હાય...'ના નારા
  2. અમરેલી: કમોસમી વરસાદથી કપાસ-મગફળીનો પાક નિષ્ફળ, જગતના તાતના માથે આભ તૂટ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.