ETV Bharat / state

ખેડૂતો માટે આવી રહી છે મોટી યોજના, આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે અમિત શાહ કરશે લોન્ચ - International Day of Cooperatives - INTERNATIONAL DAY OF COOPERATIVES

અમિત શાહ ગુજરાતમાં 6 જુલાઈએ ખેડૂતો દ્વારા નેનો-ખાતરની ખરીદી પર 50 ટકા સહાય માટેની યોજના શરૂ કરશે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લામાં કેટલાક આયોજન કરવામાં આવ્યા છે. જાણો સમગ્ર કાર્યક્રમ...

ખેડૂતો માટે મોટી યોજના અમિત શાહ કરશે લોન્ચ
ખેડૂતો માટે મોટી યોજના અમિત શાહ કરશે લોન્ચ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 4:34 PM IST

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે શનિવારના રોજ ગાંધીનગરમાં 102 મા આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે 'સહકાર સે સમૃદ્ધિ' કોન્ફરન્સને સંબોધન કરશે. આ સાથે જ નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR-2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો-ફર્ટિલાઈઝરની ખરીદી પર 50 ટકા સહાય માટેની યોજના શરૂ કરશે.

ખેડૂતો માટે મોટી જાહેરાત : સહકાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સહકાર સે સમૃદ્ધિ' કોન્ફરન્સ દરમિયાન અમિત શાહ ઇવેન્ટમાં જ ત્રણ ખેડૂતોને તેના માટે ચૂકવણી પણ શરૂ કરશે. સાથે જ ઇવેન્ટ દરમિયાન અમિત શાહ નેશનલ કો ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (NCOL) દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ 'ભારત ઓર્ગેનિક અટ્ટા' ના લોન્ચનું ઉદઘાટન પણ કરશે. આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ 2024 ની ઉજવણી નિમિત્તે 6 જુલાઈએ સહકાર મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન અમિત શાહ આ જાહેરાત કરશે.

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ : આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ એ વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે. 1923 થી ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ (ICA) દ્વારા જુલાઈના પ્રથમ શનિવારને સહકારી દિવસ તરીકે મનાવવામાં આવે છે. યોગાનુયોગ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ 6 જુલાઈના રોજ ઉજવવામાં આવશે, જે સહકાર મંત્રાલયનો ત્રીજો સ્થાપના દિવસ પણ છે. 102 મા આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની થીમ "કો-ઓપરેટીવ્સ બિલ્ડ અ બેટર ફ્યૂચર ફોર ઓલ" છે.

અમિત શાહનો કાર્યક્રમ : અમિત શાહ શનિવારના રોજ બનાસકાંઠામાં ચાંગડા મિલ્ક પ્રોડ્યુસર્સ કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડની પણ મુલાકાત લેશે. તે માઇક્રો-ATM પર RuPay KCC દ્વારા દૂધ ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલા વ્યવહારોની પણ સમીક્ષા કરશે. આ સાથે કેન્દ્રીય સહકાર મંત્રી બનાસકાંઠામાં મહિલા સહકારી સભ્યોને શૂન્ય વ્યાજ દરે Rupay KCC નું વિતરણ કરશે. અમિત શાહ પંચમહાલ જિલ્લાની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ આંગડિયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની મુલાકાત લેશે અને આસપાસના સહકારી સભ્યો સાથે વાતચીત કરશે. બાદમાં અમિત શાહ આશાપુર છરીયા દૂધ સહકારી મંડળીની મુલાકાત લેશે. જ્યાં તેઓ અન્ય બાબતોની સાથે ડેરીની કામગીરીની સમીક્ષા કરશે. સાથે જ ગુજરાતમાં સહકાર મંત્રાલયની વિવિધ મહત્વપૂર્ણ પહેલો અંગે સમીક્ષા બેઠક યોજાશે.

સહકારી દિવસની થીમ : ઉલ્લેખનીય છે કે, સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રમાં 54 થી વધુ પહેલો હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ 2024 પર સહકાર મંત્રાલય દ્વારા આયોજિત કોન્ફરન્સ દેશમાં તેમજ વિશ્વભરમાં એક મહત્વપૂર્ણ ઘટનાની ઉજવણીને ચિહ્નિત કરશે. તે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ 2024 ની થીમને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ કરશે, જ્યાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર મંત્રી સહકારી સંસ્થાઓ સાથે "બધા માટે વધુ સારું ભવિષ્ય બનાવવા" માટે સંવાદ કરશે. ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ (IYC 2025) જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ આ કોન્ફરન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા 'સહકાર સે સમૃદ્ધિ' ના વિઝનને સાકાર કરવાની દિશામાં આ એક પગલું આગળ છે.

(ANI)

  1. ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય સહકારિતા સંમેલન, ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન
  2. જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની લીધી મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.