ETV Bharat / state

રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સુચના - THE CLINICAL ESTABLISHMENT ACT

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (@irushikeshpatel twitter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2024, 2:09 PM IST

હૈદરાબાદ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઇ કાલે તારીખ 30 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ , આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલા હોસ્પિટ્લસના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે,'તારીખ 12 મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સે આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્યસંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે.' રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે તેમ મંત્રી એ ઉમેર્યુ હતું.

આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન થશે. તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે.

આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણે કરાવવું પડશે. અત્યારસુધીમાં તારીખ 28 નવેમ્બર 2024 ની સ્થિતિએ રાજ્યની 5,534 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 2,328 સરકારી, 3,015 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

જેમાં 4,018 એલોપેથી, 185 આયુષ હોસ્પ્ટિલ્સ, 437 હોમિયોપેથી , 77 ડેન્ટલ ક્લિનીક, 108 ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો સમાવેશ થાય છે. 50 થી ઓછી પથારી ધરાવતી 4,601 અને 50 થી વધુ પથારી ધરાવતી 322 હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.

આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક ઉપરાંત 15 બેડ થી લઇ 100 થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ/ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.

ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ / કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. 10 હજાર થી 5 લાખ સુધીના દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. વધુમાં આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર, વ્યક્તિ/સંસ્થાને પ્રથમ ગુના માટે દસ હજાર રૂપિયા, બીજા ગુના માટે પચાસ હજાર રૂપિયા સુધી, પછીના કોઈપણ ગુના માટે એક (૧) લાખ રૂપિયા સુધીનો દંડ હોઈ શકે છે. તદ્ઉપરાંત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ આદેશનું જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યો કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યક્તિ/સંસ્થા ૫ લાખ રૂપિયા સુધી દંડને પાત્રની જોગવાઇ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, આ એક્ટ હેઠળ કોઈ માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે.

તદ્ઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન , સ્થાનિક સત્તામંડળ અને, કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઇ લાગુ પડે છે.

ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તારીખ 22-5-2021ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ 13-9-2022ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવ્યો છે. ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, 2021 અંતર્ગત નિયમો અને નિયમન તારીખ 13-3-2024 ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.

આ પણ વાંચો:

  1. 'ભારતની નદીઓની સ્થિતિ ગંભીર છે': વોટરમેન ઓફ ઈન્ડિયા રાજેન્દ્ર સિંહ
  2. ખ્યાતિ કાંડમાંથી સરકારે લીધો બોધપાઠ! હોસ્પિટલો માટે આરોગ્ય વિભાગની બેઠકમાં લેવાયો અગત્યનો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.