અમદાવાદ: હાલના સમયમાં મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે ઓનલાઈન ફ્રોડના અનેક કિસ્સાઓ (Cyber Crime) સામે આવી રહ્યા છે. ક્યારેક હનીટ્રેપ તો ક્યારેક ડિજિટલ એરેસ્ટની (Digital Arrest) ઘટનાઓ દ્વારા લોકોને ડરાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. એવામાં અમદાવાદ પોલીસ દ્વારા લોકોને આ પ્રકારની ઘટનામાં સાવચેત કરવા માટે ખાસ મેસેજ આપવામાં આવ્યો છે.
અજાણ્યા ફોનથી સાવધાન
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા વીડિયોના માધ્યમથી શહેરીજનોને કહેવાયું છે કે, આજકાલ સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. તેમાં એક નવી બાબત સામે આવી છે, સાયબર એરેસ્ટ. જેમાં સાયબર ક્રિમિનલ્સ તમને એવા ફોન કરશે કે તમારા નામનું કોઈ પાર્સલ આવ્યું છે, તેમાં ડ્રગ્સ મળ્યું છે અથવા ફેક પાસપોર્ટ મળ્યા છે. તેઓ ક્યારેક EDના અધિકારી તો ક્યારેક CBIના અધિકારી બનીને, તો ક્યારેક ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને તમને ફોન કરીને ડરાવશે.
સાયબર ફ્રોડની ઘટનામાં આટલું ખાસ કરવું
વીડિયોમાં આગળ કહેવાયું છે કે, આવા લોકો તમારી ધરપકડ કરવાની ધમકી આપે છે, આ માટે તેઓ નકલી ઓફિસ પણ બનાવે છે અને તમારા નામનું ડિજિટલ સમન્સ પણ બતાવે છે. પોલીસે જણાવ્યું કે, ડિજિટલ એરેસ્ટ નામની કોઈ વસ્તુ નથી હોતી. આ ગેરકાયદેસર છે, પોલીસ ક્યારેય કોઈને ઓડિયો-વીડિયોના માધ્યમથી એરેસ્ટ નથી કરતી. પોલીસ અથવા કોઈ પણ એજન્સી હંમેશા ફિઝિકલ એરેસ્ટ કરે છે. આવી ઘટનામાં જો તમને કોઈપણ શંકા થાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અથવા 1930 નંબર પર ફોન કરવા અથવા www.cybercrime.gov.in પર પોતાની ફરિયાદ નોંધવા માટે લોકોને જણાવાયું છે. કોઈપણ રીતે ઓનલાઈન માધ્યમથી આવા લોકોને પૈસા ટ્રાન્સફર ન કરશો.
આ પણ વાંચો: