અમદાવાદ: દશેરાના તહેવાર દરમિયાન અમદાવાદમાં જલેબી ફાફડા ખાવાનું એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. કરોડોના જલેબી ફાફડાનું વેચાણ દશેરાને દિવસે થાય છે. ત્યારે જલેબી ફાફડા બનાવતા અને વેચતા ખાદ્ય એકમોની અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સેમ્પલના પરિણામો આવી ગયા છે.
નવરાત્રી અને દશેરાના તહેવાર દરમિયાન અમદાવાદીઓએ મન મૂકીને જે જલેબી ફાફડા ખાધા તે ખરેખર ખાવા લાયક હતા કે કેમ ? તેના પરિણામો હવે આવ્યા છે. છેલ્લા 20 દિવસ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા 271 એકમોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ ખાધ પદાર્થોમાં 589 કિલો અને 403 લીટર બિન આરોગ્ય ખાદ્યનો નાશ કરવામાં આવેલ છે.

લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયેલા સેમ્પલની વિગતો:
- જલેબી - 26
- ફાફડા - 11
- કઢી-ચટણી - 02
- ઘી - 05
- ખાદ્ય તેલ - 21
- બેસન (ચણાનો લોટ) - 04
20 સેમ્પલના પરિણામો હજુ આવવાના બાકી: ETV BHARAT સાથે વાત કરતા AMC ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસમાં જલેબી, ફાફડા, કઢી, ચટણી, ઘી, ખાદ્ય તેલ સહિત બેસનના કુલ 69 સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલાયા હતા. જેમાંથી આજ દિવસ સુધીમાં 49 સેમ્પલના પરિણામો આવી ગયા છે. જે બધાના પરિણામો પોઝિટિવ (એટલે કે ખાવા લાયક) આવ્યા છે. જ્યારે 20 સેમ્પલના પરિણામો હજુ આવવાના બાકી છે.

વધુમાં ડૉ. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા પાસે ફૂડ ચેકીંગ માટે 2 ફુડ સેફ્ટી ઓન વિલ્સ મોબાઈલ ટેસ્ટીંગ વાન છે. જેના દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું, અને 589 કિલો અને 403 લીટર બિન આરોગ્ય ખાદ્ય નાશ કરવામાં આવ્યો છે અને આ અંગે 2,15,500 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે.
આ પણ વાંચો: