ETV Bharat / state

મહેસાણામાં નકલી ઘી બાદ શંકાસ્પદ નકલી જીરું, વરિયાળી અને માવો મળ્યો

મહેસાણાના કડીમાં સવા કરોડના શંકાસ્પદ નકલી ઘી ઝડપાયા બાદ, ઉંઝામાંથી શંકાસ્પદ નકલી જીરું વરિયાળી તો સ્વીટ કેક માવાનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેવાયા છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

મહેસાણામાં શંકાસ્પદ નકલી જીરું, વરિયાળી અને માવો મળ્યો
મહેસાણામાં શંકાસ્પદ નકલી જીરું, વરિયાળી અને માવો મળ્યો (Etv Bharat)

મહેસાણા: જિલ્લામાં થોડા દિવસથી રોજ કંઈકને કઈક ભેળસેળ વાળા કિસ્સા સામે આવી રહ્યા છે. કોક દિવસ ઘી તો કોક દિવસ વરિયાળી, જીરું અને માવા પકડાઈ રહ્યા છે. મહેસાણા એલસીબી પોલીસ દ્વારા ઉંઝા નજીક શંકાસ્પદ નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેકટરી પર રેડ કરાઈ હતી, જ્યાંથી કુલ રૂપિયા 81 લાખનું શંકાસ્પદ બનાવટી જીરું વરિયાળી સીઝ કરાયું છે. મહેસાણા એલસીબી પોલીસે ઉંઝામાં કાર્યવાહી કરી છે.

ઉંઝાના દાસજ રોડ ગંગાપૂરા પાસે ફેકટરી અને ગોડાઉન ઝડપાયું છે. જ્યાં સૂકી વરિયાળી પર ચડાવવામાં આવતો હતો લીલો કલર ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી કરાતું હતું મસ્ત પેકિંગ ! ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર ચડતો હતો. સ્થળ પરથી LCB પોલીસે કરી રેડ, ફૂડ અને FSL વિભાગે સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે. સ્થળ પરથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ બાદ માલૂમ પડશે હકીકત માલૂમ પડશે. સમગ્ર મામલે LCB પોલીસે જાણવા જોગ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણામાં નકલી ઘી બાદ શંકાસ્પદ નકલી જીરું, વરિયાળી અને માવો મળ્યો (Etv Bharat Gujarat)

પકડાયેલ મુદ્દામાલ

1615 બોરી શંકાસ્પદ બનાવટી વરિયાળી
0809 બોરી વરિયાળી નું ભૂસુ
0085 બોરી શંકાસ્પદ બનાવટી જીરું
0007 બોરી ભૂખરો પાવડર
0001 બેરલ ગોળની રસી

આ પણ વાંચો:

  1. કડી નજીક બીજો કાંડ : મહેસાણામાં ઝડપાયું અધધ 43 હજાર કિલો શંકાસ્પદ ઘી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.