ભાવનગર: ભાવનગર યુનિવર્સીટીમાં ABVP અને NSUI દ્વારા વારંવાર માર્કના પગલે વિરોધ કરવામાં આવે છે. વારંવાર કોઈ વિભાગની પરીક્ષા આવતા, માર્ક પુરા આપવામાં નહિં આવતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં યુનિવર્સીટીના કુલપતિએ દરેક વિભાગની પરિણામની ટકાવારી વિશે વિસ્તૃત માહિતી આપી છે.
ABVP અને NSUIનો માર્કના પગલે વિરોધ: ભાવનગર શહેરમાં ABVP અને NSUI બંનેના વિદ્યાર્થી સંગઠનો BA, B.COM કે BBA મુદ્દે પરીક્ષામાં માર્ક પૂરતા આપવામાં નહિ આવતા હોવાના પગલે આવેદન પત્ર કુલપતિને આપી રહ્યા છે. તાજેતરમાં NSUIએ BAમાં માર્કના પગલે આવેદન આપ્યું છે. ત્યારે NSUI પ્રમુખ ૠષિરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લગભગ છેલ્લા દોઢથી બે મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ. ઘણીવાર અમે બીકોમની હોય, બીએની હોય કે બીબીએની રજૂઆત કરતા આવ્યા છીએ. બધાનો સરખો જ પ્રશ્ન છે. કોઈ પણ કોર્સમાં માર્ક મુકાતા નથી, લખવામાં આવ્યું હોવા છતાં સ્ટુડન્ટને જીરો જીરો માર્ક મુકવામાં આવે છે અને સ્ટુડન્ટના જિંદગી સાથે આવી રીતે ચેડા કરવામાં આવે છે, તેનું કારણ મને એવું લાગે છે કે આ બધી ખાનગી કોલેજને સારું કરવા માટે લાગે છે, ગ્રેસીંગ માર્ક એ લોકો કે છે પણ મુકતા નથી. હવે અત્યારે અમે તો રજૂઆત કરવા આવ્યા છીએ. જો નહીં મૂકે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું.
યુનિવર્સીટી પાસે માંગને લઈ કુલપતિએ શુ કહ્યું: ભાવનગર યુનિવર્સીટીના કુલપતિ એમ એમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી પરિણામ લગભગ 60 ટકા ઉપર જ આવેલું છે. આ વર્ષે પણ પરિણામ છે જે રજૂઆતથી સંદર્ભમાં 65 ટકા પરિણામ છે અને સામાન્ય રીતે વિદ્યાર્થીઓને અન્યાય થાય એવું કોઈ હોતું નથી. જ્યાં જ્યાં આવી આપણને રજૂઆત મળેલી છે એ કિસ્સામાં આપણે કમિટી દ્વારા 10, 10 પેપરનું અલગથી એસેસમેન્ટ કરાવી અને ચકાસણી કરાવેલી છે.
છતાં વિદ્યાર્થીઓને કોઈ અન્યાય થયો હોય એવા એક કિસ્સામાં આપણે વિદ્યાર્થીઓને જો માર્કમાં ફેરફાર થાય એ શરતે તો આપણે એને વિના મૂલ્યે રીએસેસમેન્ટ પણ કરાવેલા કરાવેલું છે, પણ વિદ્યાર્થીઓના માર્ક્સમાં કોઈ ફેરફાર થયેલો હોતો નથી. ઓન એન એવરેજ 65 ટકા રિઝલ્ટ જ્યાં વિદ્યાર્થીની સંખ્યા ઓછી છે, બીબીએ કે એમાં ત્યાં 70 ટકા ઉપર પણ રીઝલ્ટ હોય છે, એટલે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય એની સંપૂર્ણ તકેદારી આપણે લીધેલી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ટકાવારી કેટલા આંક ઉપર: યુનિવર્સીટીના કુલપતિ એમ એમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષની ટકાવારી જુઓ તો હંમેશા 60 ટકા ઉપર જ રીઝલ્ટ રહેલું છે. અમારે એજ્યુકેટીવ કાઉન્સિલમાં પણ ઠરાવ છે. 50 ટકા નીચેનું રીઝલ્ટ હોય તો એક કિસ્સામાં અમે ખાસ વિવિધ કમિટી બનાવી અને એની ચકાસણી કરીએ છીએ, પણ આપણે છેલ્લા ત્રણ વર્ષના લગભગ કોઈપણ રીઝલ્ટ છે એ 60 ટકા નીચે ભાગ્યે જ કોઈ એકાદ કે જ્યાં સંખ્યા ઓછી હોય અથવા આ પૂરક એક્ઝામનું કોઈ રીઝલ્ટ હોય તો એ કિસ્સામાં જ છે. રીઝલ્ટ ઓછું આવેલુ હશે બાકી 60 થી 70 ટકાની વચ્ચે રીઝલ્ટ આવેલા છે.