બનાસકાંઠા: જિલ્લાના થરાદ તાલુકાના પીલુડા આરોગ્ય કેન્દ્રનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દવાખાનામાં ડોક્ટર હાજર ન રહેતા હોવાનું વાયરલ વિડીયોમાં સામે આવ્યું છે. જેમાં દવાખાનામાં દર્દીઓની ભીડ સામે ડોક્ટર હાજર ન રહેતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર રહેતા નથી: થરાદ તાલુકાના પીલુડા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓને સેવા આપતા ડોક્ટર જ હાજર ન રહેતા હોવાના ગ્રામજનોના દ્વારા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે એટલું જ નહીં. ત્યાં દર્દીઓની ભારે ભીડ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જોવા મળી રહી છે. આવા સમયે જ ડોક્ટર હાજર ન રહેતા ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે તાવ, ઉધરસ, શરદી, દુખાવો કળતર જેવી બીમારીના કેસોમાં પણ ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે.
ગ્રામજનો ખૂબ જ પરેશાન: ત્યારે આવા સમયે સેવા આપતા ડોક્ટરો હોસ્પિટલોની અંદર હાજર ન રહેતા હોય તો ગ્રામજનોની શું દશા થતી હશે. તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. એટલું જ નહીં એક જાગૃત નાગરિક દ્વારા હોસ્પિટલની અંદર જઈને વિડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે. પીલુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ડોક્ટર હાજર હોતા નથી. જેને લઈને દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેથી દર્દીઓને દવા કરાવી તો પણ ક્યાં કરાવી જો ગામની અંદર જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલમાં જો ડોક્ટર જ હાજર ના હોય તો કરવું શું જેને લઈને અત્યારે તો ગ્રામજનો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.
MBBS ડોક્ટરની જગ્યા ભરાઇ નથી: આ બાબતે તાલુકા હેલ્થ હોફિસર સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હકીકતમાં એવું કંઈ છે. નહીં લોકો કારણો વગરના બધા પ્રશ્નો ઉભા કરે છે. ત્યાં ડેપ્યુરેશનવાળા ડોક્ટર મુક્યા છે. હાલમાં ત્યાં MBBS ડોકટરની જગ્યા ભરવામાં આવી નથી. ડોક્ટરો સાથે આવું કરશો. તો ત્યાં કોઈ ડોક્ટર આપશે નહીં. ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. એવું કાંઈ ત્યાં છે નહિ ખોટા આક્ષેપો કરવામાં આવે છે. ત્યાં કોઈપણ પ્રકારની તકલીફ નથી.