ETV Bharat / state

UPનો રહેવાસી ગાંધીજીના પોરબંદરની મુલાકાતે, કહ્યું, 'ગાંધીજીના સપનાનું ભારત હજુ સરકારો બનાવી નથી શકી' - Gandhiji birth anniversary

આવતીકાલે બે ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતી છે. ત્યારે પોરબંદરના કીર્તિ મંદિરની હાલત જોઈને ગાંધીજીના વિચારના પ્રસાદ પ્રચાર માટે શું કરવું જોઈએ તે અંગે અહીં આવેલા પ્રવાસીએ વર્ણવી હતી. જુઓ આ અહેવાલમાં..., Gandhiji birth anniversary

UPનો રહેવાસી ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાતે
UPનો રહેવાસી ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાતે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 5:12 PM IST

Updated : Oct 1, 2024, 6:51 PM IST

પોરબંદર: આવતીકાલે બે ઓક્ટોબર એટલે કે ગાંધીજીની જન્મ જયંતી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પોરબંદરની મુલાકાતે આવવાના છે અને કિર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી આવવાના હોવાથી તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં ગાંધીજીના વિચારોને લઈને શું કરવું તે અંગે પ્રવાસીઓએ વિશેષ વાત કરી હતી.

ગાંધીજીના જીવનકથા પર અનેક મ્યુઝિયમ: પોરબંદરમાં આવેલા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરમાં ગાંધીજીનું જૂનું ઘર આવેલું છે. જેમાં માત્ર બીજી ઓક્ટોબર એટલે કે ગાંધીજીના જન્મ જયંતી નિમિતે સજાવટ કરવામાં આવે છે. પોરબંદરમાં અહીં દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ભારત ભરમાં ગાંધીજીના જીવન કથા પર અનેક મ્યુઝિયમ્સ આવેલા છે. તો પોરબંદરમાં ગાંધીજીનું ભવ્ય મ્યુઝિયમ કેમ ન બનાવી શકાય! અહીં અનેક દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. જોકે એક વિચાર એ પણ છે કે ગાંધીજી પોતાની સાદગી માટે પણ એટલા જાણીતા હતા જેને લઈને ભવ્યતા તેમની સાદગીને છતી કરી શકશે નહીં તેવું પણ ઘણાનું માનવું છે. ગાંધીજીના વિચારોનો પ્રચાર પ્રસાર થાય તે માટે પોરબંદર ચોપાટી પર ગાંધી સ્મૃતિ ભવન પણ આવેલું છે. પરંતુ તે હાલ માત્ર નામનું રહી ગયું છે. ગાંધી સ્મૃતિ ભવનમાં કરોડોના ખર્ચે ડોક્યુમેન્ટરી સહિત લાઇટ એન્ડ સાઉન્ડ શોનું વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ તે બંધ હાલતમાં છે. મતલબ કે ગાંધીના નામે કરોડો ખર્ચી નાખવામાં માનતું તંત્ર પહેલા ગાંધીને જ સમજી જાય તો પણ ઘણું છે.

UPનો રહેવાસી ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાતે (ETV Bharat Gujarat)

ગાંધીજીના સપનાનું ભારત સરકારો બનાવી નથી શકતી: ઉત્તર પ્રદેશથી આવેલા અશોક કુમારે etv ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'આજે પ્રથમ વાર ગાંધીજીના જન્મ સ્થળે આવવાનું થયું. મને ખૂબ જ સારું લાગ્યું. સ્કૂલો અને કોલેજના દિવસોમાં ગાંધીજી વિશે અભ્યાસમાં આવતું હતું પણ તેના જન્મ સ્થળની માટી જમીન જોઈને તેનાથી અલગ આભા નીકળી આવે છે. ગાંધીજીની સાદગીને પુન: તેને પ્રચાર પ્રસાર કરવાની ખૂબ જરૂર છે. તેના જન્મ સ્થળની મુલાકાત લેતા તેના વ્યક્તિત્વના હિસાબે ખૂબ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે તેવી અનુભૂતિ થઈ રહી છે. તેમના વ્યક્તિત્વના હિસાબ પ્રસાર ખૂબ વધારવો જોઈએ અને તેના જીવન પરના તૈલી ચિત્ર પ્રદર્શીનીમાં પણ પરિવર્તન લાવવું જોઈએ. ભારતમાં અનેક સરકાર બદલી પરંતુ ગાંધીજીના સપનાનું ભારત હજુ સુધી બનાવી શકી નથી.'

ગાંધીજીનું જૂનું ઘર
ગાંધીજીનું જૂનું ઘર (ETV Bharat Gujarat)

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ગાંધીજીના વિચારોથી આપણે ઘણા દૂર થઈ રહ્યા છીએ. સૌને સાથે રાખીને ચાલવાનો ગાંધીજીનો વિચાર હતો તે ક્યાંક ભુલાય રહ્યો છે. રાજનૈતિક પ્રાદેશિક સ્થળ પર વિઘટન અને એકબીજા પર કીચડ ઉછાળવાની વાતો થઈ રહી છે, તે ગાંધીજીના વિચારોથી ઘણા દૂર છે, આપણે પ્રયત્ન કરવો જોઈએ કે સામાન્યમાં સામાન્ય અને ગરીબમાં ગરીબ માણસને ઈજ્જતદાર રોજીરોટી મળે. ગાંધીજીના સપનાનું ભારત બનાવવામાં સરકારો નિષ્ફળ રહી છે. ગાંધીજી ઇચ્છતા હતા કે એક સામાજિક વ્યવસ્થા હોય, સમાજવાદી વ્યવસ્થા હોય અને તેના મૂળ મંત્રમાં અપેક્ષિત વર્ગોને લાભ પહોંચે તેઓ ગાંધીજીનો વિચાર હતો.'

વિશ્વવિદ્યાલય બને તેવી માંગ પ્રવાસીએ કરી: આજે દેશમાં ગાંધીજીના નામ પર અનેક રીતે સરકારી ખર્ચાઓ થાય છે. પરંતુ તેના મૂલ્યો શાશ્વત થાય તે માટે પોરબંદરમાં ગાંધીજીની વિશ્વવિદ્યાલય બને જેમાં ગાંધીજીના વિચાર સાથે સંકળાયેલ સમાજશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર તથા સ્પેશિયલ પીએચડી ફેકલ્ટીઓ સાથે ગાંધીજીની વિચારધારાના પ્રચાર પ્રસાર માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકાય એ જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.

આ પણ વાંચો:

  1. જૂનાગઢના આંગણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી 13 દિવસ કરશે રોકાણ, જાણો કેવા થશે ઉત્સવ-પ્રસંગો - Mahant Swami of BAPS Sect
  2. "નવરસ કથા કોલાજ" ફિલ્મ: 58 એવોર્ડ જીતી ચૂકેલ ફિલ્મના નિર્માતા અમદાવાદમાં, જાણો શું કહે છે ખાસ વાતચીતમાં - MOVIE NAVRAS KATHA COLLAGE

Last Updated : Oct 1, 2024, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.