કચ્છ: સફેદ રણમાં આઈપીએલની ટ્રોફીનો ફોટોશૂટના ફોટા કરવામાં આવ્યું છે. હાલમાં કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં આઇપીએલની ટ્રોફીના ફોટો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આઇપીએલની ટ્રોફીનો ફોટો પોસ્ટ કર્યો છે.
સફેદ રણમાં આઈપીએલની ટ્રોફી: દર વર્ષે આઇપીએલની ટ્રોફીનો જુદી જુદી જગ્યાએ ફોટોશૂટ કરવામાં આવતું હોય છે. જોકે આઇપીએલના ટી 20ના ઈન્સ્ટાગ્રામ પેજ પર કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ ફોટો કે ટ્રોફી સબંધિત અન્ય કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. જો કે આઈપીએલની ટ્રોફી પર 2022ની આઈપીએલના વિજેતા ગુજરાત ટાઇટન્સની પ્લેટ લાગેલી છે ત્યાર બાદ તો વર્ષ 2023માં ચેન્નાઇ સુપર કિંગ્સ વિજેતા બની હતી તેની પ્લેટ લાગેલી નથી દેખાઈ રહી. તો બની શકે છે કે ગુજરાત ટાઇટન્સ દ્વારા જીતવામાં આવેલી ટ્રોફીના કચ્છના સફેદ રણમાં ફોટો ક્લિક કરવામાં આવ્યા હોય.
10 ટીમો વચ્ચે 74 જેટલી મેચો રમાશે: આગામી માર્ચ મહિનામાં આઇપીએલ 2024ની મેચો શરૂ થશે. માર્ચ મહિનાના અંતથી મે મહિનાના અંત સુધીમાં આઇપીએલની 10 ટીમો વચ્ચે 74 જેટલી મેચો રમવામાં આવશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આઈપીએલની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મે સુધી રમાઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. T20 વર્લ્ડ કપ 5 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી BCCI ખેલાડીઓને તૈયારી માટે 8 થી 10 દિવસનો સમય આપી શકે છે.