રાજકોટ: શ્રાવણ મહિનો એટલે હિન્દુઓનો પવિત્ર માસ ગણવામાં આવે છે. ત્યારે દિવસ મહિનાના 30 દિવસ ભક્તો શિવજીની આરાધના કરતા હોય છે. સાથે સાથે જુદા જુદા શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે. શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે.
ભગવાન શિવનો અનોખો શિવભક્ત: આ મહિનામાં શિવજીના મંદિરો હતો ભક્તોની ભીડ જામતી હોય છે. સાથે કેટલાય ભક્તો આખો મહિનો ઉપવાસ કરી અને શિવજીની ઉપાસના કરતા હોય છે. તો કેટલાક ભક્તો સોમવારનું ઉપવાસ રાખી અને શિવજીને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે રાજકોટ નો એક મુસ્લિમ યુવાન છેલ્લા 33 વર્ષથી આ માસમાં ઇશ્વરીયા મહાદેવ મંદિર જઇ તેની પૂજા અર્ચના કરતા જોવા મળે તે પણ પગપાળા વહેલી સવારે ચાલીને જાય છે. શિવ ભક્તિમાં લિન થાય છે.
મુસ્લિમ યુવક 33 વર્ષથી કરે છે શિવ પૂજા: હાલ શ્રાવણ મહિનાનો ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો ભગવાન શિવની પૂજા આરાધના કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં મુસ્લિમ વ્યક્તિ દ્વારા ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવી રહી છે. અહેસાન ચોહાણ નામના મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 33 વર્ષ જેટલા સમયથી દર વર્ષે આખો શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્યક્તિ આખો મહિનો 11 કિલોમીટર સુધી ચાલીને શિવ મંદિર જાય છે.
મુસ્લિમ યુવકને ભગવાન શિવમાં અટૂટ શ્રદ્ધા: રાજકોટ શહેરના જાગનાથ વિસ્તારમાં એહસાન નામનો મુસ્લિમ વ્યક્તિ રહે છે. શ્રાવણ માસ દરમિયાન તે પોતાના ઘરેથી રાજકોટ શહેરની 11 કિલોમીટર દૂર આવેલા ઈશ્વરીયા ગામમાં જાય છે. પગપાળા ચાલીને ઈશ્વરીયા ગામના સૂર્ય મહાદેવના મંદિરે દર્શન અને પૂજા પ્રાર્થના કરે છે.આ વ્યક્તિને કહેવું છે કે, તેમને ભગવાન શિવ પર અટૂટ શ્રદ્ધા છે.જ્યારે તેઓ સ્કૂલમાં હતા તે સમયથી જ ભગવાન શિવની પૂજા પ્રાર્થના કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હિંદુ મુસ્લિમ એક છે. અનેક એવી દરગાહ આવેલી છે કે જ્યાં હિંદુ લોકો પણ જતા હોય છે. તો કેટલાક મંદિરોમાં મુસ્લિમ વ્યક્તિઓ પણ જતા હોય છે ભગવાન બધાના એક છે. ભગવાન માટે સૌ સમાન છે.