ETV Bharat / state

Earthquake in Kutchh: કચ્છમાં ફરી ધરા ધ્રૂજી, ખાવડા નજીક 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો - કચ્છ ન્યૂઝ

કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. પશ્ચિમ કચ્છના બોર્ડર વિસ્તાર ખાવડા નજીક સવારના 8:06 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. 2001ના ગોઝારા ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના-નાના આંચકાઓનો સિલસિલો અવિરત પણે હજી સુધી ચાલુ રહ્યો છે. જેને લઈને કચ્છવાસીઓમાં ફરી એકવાર ભયની લાગણી ફેલાઈ ગઈ છે.

કચ્છમાં ફરી ધરા ધ્રૂજી
કચ્છમાં ફરી ધરા ધ્રૂજી
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 9:07 AM IST

ભૂજ: સરહદી જિલ્લા કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના ગોઝારા ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના-નાના આંચકાઓનો સિલસિલો અવિરત પણે હજી સુધી ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના બોર્ડર વિસ્તાર ખાવડા નજીક 4.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. સવારના 8:06 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. ત્યારે નાના-નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે સવારના સમયે 8:06 કલાકે 4.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા, બન્ની વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. તો ભારત - પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં આ આંચકો નોંધાયો છે. ભૂકંપનો કેન્દ્રબિંદુ ખાવડાથી 30 કિલોમીટર દૂર ઇસ્ટ - નોર્થ ઈસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે.પરંતુ ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ છેલ્લાં થોડાંક સમયથી આંચકાઓ નોંધાઈ રહ્યા છે

ભચાઉ પાસેની ફોલ્ટ લાઈન વધુ સક્રિય: પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.5 થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે.આજે સવારે પશ્ચિમ કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ આંચકો અનુભવાયો હતો.

ભુકંપના આંચકાથી લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવાર-નવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. Tableau of Dhordo : 75મી પ્રજાસત્તાક દિવસની પરેડમાં, ગુજરાતની ઝાંખી 'ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO' એ બે એવોર્ડ જીત્યા
  2. Kutch News: ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ભચાઉ નજીક 4.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.