ગાંધીનગર: ગુજરાતમાંથી ફરી વધુ એક વખત ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગર પાસેના પીપળજ ગામમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. પીપળજ ગામમાં ખેતરમાં આવેલા બે અવાવરુ મકાનમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવામાં આવતું હતું.
શું છે સમગ્ર મામલો: બંને મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીમાં ATS અને SOGએ શુક્રવારે મોડી રાત્રે રેડ પાડી હતી. મોડી રાત્રે દ્રાક્ષ ફેક્ટરીમાં રેડ પડતા નાશ ભાગમચી જવા પામી હતી. ખેતરમાં અવાવરુ જગ્યાએ પોલીસની ગાડીઓ જોઈને લોકોને શંકા ગઈ હતી. ઘરમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયો હોવાની સંભાવના છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. પોલીસે ઘટનાસ્થળે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સાતથી આઠ લોકોની અટકાયત: પાડોશમાં રહેતા યુવકે જણાવ્યું કે, બંધ મકાનમાં રહેતા લોકોની પ્રવૃત્તિ પણ શંકાસ્પદ હતી. તેઓ આખો દિવસ સુતા હતા અને રાત્રે શંકાસ્પદ કામગીરી કરતા હતા. રાત્રે અચાનક 7 થી 8 પોલીસની ગાડીઓનો કાફલો આવ્યો હતો. રાત્રે મોટી સંખ્યામાં પોલીસના વાહનો અને પોલીસ જવાનોને જોઈને અમને શંકા ગઈ હતી. પોલીસ મકાનમાં કામ કરી રહેલા સાતથી આઠ લોકોને અટકાયત કરીને સાથે લઈ ગઈ છે. મકાન માલિક મહેન્દ્રસિંહ વાઘેલાએ આ મકાન ભાડે આપ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે અંગે ATS સાંજે વિગતવાર અહેવાલ આપશે. પોલીસે અટકાયત કરેલા આરોપીઓને પૂછપરછ કરીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.
મનીષ દોશીના સરકારને સવાલ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, ગાંધી સરદારના ગુજરાતમા કેટલાય સમયથી જે રીતે ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ગુજરાત કેમ ડ્રગ્સનું ગેટ વે બની રહ્યું છે.