વલસાડ: જિલ્લાના પારડી તાલુકાના 9 જેટલા યુવાનો પોતાની ખાનગી કાર લઈને નેપાળમાં આવેલા ભગવાન પશુપતિનાથના દર્શને ગયા હતા. જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાતા તમામ યુવાનો વાહન સાથે જ એક સ્થળ ઉપર 3 દિવસ કરતા વધુ સમયથી ફસાયા હતા. એમની સાથે ત્યાંના કેટલાક સ્થાનિકો પણ હતા. જે અંગે યુવાનો દ્વારા સાંસદ ધવલ પટેલનો સંપર્ક કરતા તેમણે ભારતના ગૃહ મંત્રીને જાણ કર્યા બાદ તમામને નેપાળ ખાતેથી હેમખેમ બચાવી લેવાયા છે.
સાંસદ ધવલ પટેલની મદદથી 9 યુવાનોને બચાવાયા: વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના 9 યુવાનો નેપાળ ખાતે ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે પોતાની માલિકીના વાહનોમાં ગયા હતા. જ્યાં તેઓ ફસાઈ જતા આ અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલને કરતા તેમણે ત્વરિત આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી. જે બાદ ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાળ ખાતે ફસાયેલ તમામ 9 યુવાનોને ભારત સરકારની ઇન્ડિયન એમ્બેસી દ્વારા નેપાળ સરકાર સાથે સંપર્ક કરી તમામને રેસ્ક્યુ કરી તેમને નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યા હતા.
9 યુવાનો નેપાળ ગયા હતા: વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા 9 યુવાનો જેમાનાં મિતેશ ભંડારી, મિતેશ પટેલ, નિલેશ પટેલ, જીગરકુમાર પટેલ, જયનેશ ભંડારી, જયેશ પટેલ, જિનલ રાઉત, તુષાર પટેલ, વિમલ અનિલભાઈ ભંડારી તેમની માલિકીની કારમાં યુવાનો ભગવાન શ્રી પશુપતિનાથના દર્શન કરવા માટે નેપાળ ખાતે ગયા હતા.
યુવકો પૂર જેવી સ્થિતિ સર્જાતા ફસાયા: હાલમાં નેપાળમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી હતી. જેને કારણે તેઓ સંજોગોવશ ફસાઈ જવા પામ્યા હતા. આ અંગે તેમણે અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક અને વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલને કરતા તેમણે સમગ્ર ઘટના અંગેની જાણ ગૃહમંત્રી અમિત શાહને કરતા તેમણે નેપાળ સરકાર સાથે સીધો સંપર્ક કરી પારડીના તમામ 9 યુવાનો ને રેસ્ક્યુ કરી નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે તમામ યુવાનોને લઈ જવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રી અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો: રેસ્ક્યુ કરાયેલા તમામ પારડીના 9 યુવાનોએ દેશના ગૃહમંત્રી અમિત શાહ,લોકસભાના દંડક અને વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કરી સાંસદ ધવલ પટેલ સાથે વીડિયો કોલ કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી.
9 યુવાનોને ઇન્ડિયન એમ્બેસી લવાયા: રેસ્ક્યુ કરવામાં આવેલા 9 જેટલા યુવાનોને હેલિકોપ્ટર મારફતે બચાવી લઈ નેપાળ ખાતે આવેલી ઇન્ડીયન એમ્બેસીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર અને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. જે બાદ આ તમામને ભારત માટે રવાના કરવામાં આવશે. આમ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા નેપાળમાં પૂરની સ્થિતિમાં ફસાઈ ગયેલા 9 જેટલા યુવાનોને ગૃહ મંત્રાલયમાં જાણકારી આપ્યા બાદ તેમની ભલામણ દ્વારા બચાવી લેવાયા જેને પગલે તમામ યુવાનોએ ગૃહ મંત્રી અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: