ETV Bharat / state

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાય વચ્ચે આવી જતા ઈકો કાર પલટી, 4 યુવકોનાં કરુણ મોત - AHMEDABAD INDORE HIGHWAY

ખેડા જિલ્લાના કઠલાલના લાડવેલ ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા.

હાઈવે પર અકસ્માતમાં 4 યુવકોના મોત
હાઈવે પર અકસ્માતમાં 4 યુવકોના મોત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 3:15 PM IST

ખેડા: અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ખેડા જિલ્લાના કઠલાલના લાડવેલ ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. હાઈવે પરથી પસાર થઈ રહેલી ઇકો કારની આગળ ગાય આવી જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.

હાઈવે પર અકસ્માતમાં 4 યુવકોના મોત (ETV Bharat Gujarat)

આગળ ગાય આવી જતા કાર પલટી
વિગતો મુજબ, અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી મોડી રાત્રે કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન કારની આગળ ગાય આવી જતા ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી. અથડાઈને કાર પલટી મારી ગઈ હતી.જેને કારણે કારમાં સવાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે ચાર વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે કઠલાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

મૃતક તમામ મહીસાગર જીલ્લાના લોકો
પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં મૃતક તમામ વ્યક્તિઓ મહીસાગર જિલ્લાના હતા. તેઓ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ તાબે આવેલા બારૈયાના મુવાડા ગામના હતા. તેઓ કઠલાલ તરફથી બાલાસિનોર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

મૃતકોના નામ

(1) વિનોદભાઈ ગબાભાઈ સોલંકી (ડ્રાયવર)

(2) પૂજાભાઈ ઉર્ફે પૂજેસિંહ અરજનભાઈ સોલંકી

(3) સંજયભાઈ જશવંતભાઈ ઠાકોર

(4) રાજેશકુમાર સાલમસિંહ ઠાકોર

આ પણ વાંચો:

  1. સુરતમાં પુત્રવધૂએ ક્રૂરતાની હદ વટાવી: 80 વર્ષીય સાસુને વાળ પકડી ઘસડી, બનાવનો વીડિયો થયો વાયરલ
  2. નવસારીના દુધિયા તળાવમાં યુવતીએ લગાવી મોતની છલાંગ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.