ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી 25 પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે મેદાન માર્યું છે. ભારે રસાકસી વચ્ચે મોટા માર્જિન સાથે કેટલીક બેઠકો પર જીત ભાજપ જીત્યું છે. જોકે લોકસભા ચૂંટણી 2024 માં ગુજરાતમાં નોટા (NOTA) મતની સંખ્યા પણ ખૂબ મોટી છે.
લોકસભા બેઠક | નોટા મત | લોકસભા બેઠક | નોટા મત | લોકસભા બેઠક | નોટા મત | |||
---|---|---|---|---|---|---|---|---|
અમદાવાદ પૂર્વ | 10,503 | દાહોદ | 34938 | પાટણ | 16,722 | |||
અમદાવાદ પશ્ચિમ | 14,007 | ગાંધીનગર | 22005 | પોરબંદર | 13,563 | |||
અમરેલી | 11,349 | જામનગર | 11084 | રાજકોટ | 15,922 | |||
આણંદ | 15,930 | જૂનાગઢ | 14013 | સાબરકાંઠા | 21,076 | |||
બનાસકાંઠા | 22,167 | કચ્છ | 18742 | સુરેન્દ્રનગર | 13,299 | |||
બારડોલી | 25,542 | ખેડા | 18824 | વડોદરા | 18,388 | |||
ભરુચ | 23,283 | મહેસાણા | 11626 | વલસાડ | 18,373 | |||
ભાવનગર | 18,765 | નવસારી | 20462 | |||||
છોટાઉદેપુર | 29,655 | પંચમહાલ | 20103 |
4.49 લાખ NOTA મત : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 4.97 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 4,49,252 મતદારો કોઈપણ ઉમેદવારને મત આપ્યો નહોતો, એટલે કે 1.56 ટકા મત નોટામાં (NOTA) પડ્યા હતા. જેમાં સૌથી વધુ નોટા મત 29,655 છોટાઉદેપુર લોકસભા બેઠકમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સૌથી ઓછા નોટા મત 10,503 નોંધાયા છે.
ઈન્દોરમાં સૌથી વધુ નોટા : NOTA ની તરફેણમાં સૌથી વધુ મત ઈન્દોર લોકસભા બેઠકમાં મળ્યા છે, જેનો આંકડો અધધ 2 લાખથી વધુ હતો. 2019 લોકસભા ચૂંટણીમાં બિહારના ગોપાલગંજ લોકસભા બેઠકના મતદારોએ NOTA ની તરફેણમાં 51,607 મત આપ્યા હતા.
2019 લોકસભા ચૂંટણી : ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતના 3,96,580 મતદારોએ નોટામાં મત આપ્યો હતો. ઉપરાંત સમગ્ર દેશમાં 65.2 લાખ કરતાં વધુ મતદારોએ નોટા પર પસંદગી ઉતારી હતી.