ETV Bharat / state

ડીસામાં વશીકરણના નામે લોકોને છેતરતા 2 ઠગો ઝડપાયા, 15 લોકોને છેતર્યા - 2 arrested for charms

બનાસકાંઠાના ડીસામાં વશીકરણના નામે લોકોને છેતરતાં 2 ઇસમોનો પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ અલગ અલગ ભાવો આપીને 15 લોકોને છેતર્યા છે. જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. 2 ARRESTED FOR CHARMS

ડીસામાં વશીકરણના નામે લોકોને છેતરતા 2 ઠગો ઝડપાયા
ડીસામાં વશીકરણના નામે લોકોને છેતરતા 2 ઠગો ઝડપાયા (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 6:07 PM IST

ડીસામાં વશીકરણના નામે લોકોને છેતરતા 2 ઠગો ઝડપાયા (Etv Bharat gujarat)

બનાસકાંઠા: ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા 2 ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને છેલ્લા દોઢ વર્ષથી 15 લોકોને શિકાર બનાવ્યા છે. જોકે મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનાર અત્યારે તો બે ઇસમો જેલ હવાલે થયા છે. તે પોલીસની પણ અપીલ છે કે, આવા ઈસમો જો છેતરપિંડી કરતા હોય તો પોલીસને લોકો જાણ કરે જેથી કાર્યવાહી થઈ શકે.

2 યુવકોએ ભુવા બનીને લોકોને છેતરતા: બનાસકાંઠાના ડીસામાં અમદાવાદના 2 યુવકો ભુવા બની અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદના પીન્ટુ કિશોર ભાર્ગવ અને રોહિત બુધારામ ભાર્ગવ બંને રૂમ ભાડે રાખી અને ત્યાં મેલી વિદ્યાનો સામાન અને સજાવટ કરી અને પેમ્પલેટ થકી લોકોને ગુમરાહ કરતા હતા. જોકે છેલ્લા દોઢ વર્ષથી આ આરોપીઓએ 15 લોકોને શિકાર બનાવ્યા છે અને 15 લોકો સાથે છેતરપિંડી કરી છે. જેની તેઓએ કબુલાત કરી હતી.

2 ઇસમોનો વકીલે કર્યો પર્દાફાશ: છેતરપિંડીની આ સમગ્ર ઘટનાનો અને વશીકરણની ઘટનાનો પર્દાફાશ ડીસાના વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ કર્યો છે. તેઓ એક પેમ્પલેટમાં માજીસા દર્શન જ્યોતિષની જાહેરાત જોઈ હતી. જેમાં વશીકરણ અને અનેક પ્રશ્નોનું નિવારણ લાવી આપતા હોવાની જાહેરાત હતી. જેથી વકીલે આરોપીના ફોન નંબર પર ફોન કર્યો હતો અને ત્યારબાદ આરોપીએ પીન્ટુ એ કચ્છી કોલોની કૃષ્ણનગરમાં આ વકીલને બોલાવ્યા હતા.

ઠગો અલગ અલગ ભાવો લેતા હતા: ભગવા કપડામાં સજ્જ આરોપીઓ જે રૂમમાં ગાદી ઉપર દેવી-દેવતાઓના ફોટા હતા અને ત્યાં આ વશીકરણ કરતા હતા. જોકે વશીકરણ અને છેતરપિંડીના નામે તાંત્રિક વિદ્યાના નામે મૂઠચોટ કરી મારી નાખવાના 27,000, લકવો કરવાના 11,000 અને વશીકરણ કરવાના 11,000 આમ અલગ અલગ ભાવો આપેલા હતા. જોકે આરોપીઓ પહેલા બુકિંગ કરતા અને બીજા દિવસે પૈસા લઈને આવવાનું કહેતા હતા. ત્યારબાગ 100 રૂપિયા બુકિંગ પેટે પણ લેતા ત્યારબાદ પૈસા લઈ આવી અને કામ કરવાનું કહેતા હતા. જોકે આ વકીલને શંકા જતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી અને જેને આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસ દ્વારા લોકોને કરાઇ અપીલ: તાંત્રિક વિધિ અને વશીકરણના નામે લોકોને ગુમરાહ કરવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. ત્યારે પોલીસે પીન્ટુ જોશી અને રોહિતારામ ભાર્ગવની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પણ આ બંને આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને જેને આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસની પણ એક અપીલ છે કે, આવા લોકો ક્યાંય પણ દેખાય અથવા છેતરપિંડી કરતા હોય તો પોલીસને પણ લોકો જાણ કરે જેથી કાર્યવાહી કરી શકાય.

આ પણ વાંચો:

  1. ભાભર: જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસ કરનાર શંકાસ્પેદનો સ્કેચ તૈયાર, માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયુ - Attempted molestation in bhabhar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.