કચ્છ: કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર 31 પેકેટ ચરસના મળી આવ્યા છે. છેલ્લા 11 દિવસોમાં ચરસના 182 પેકેટ મળી આવ્યા છે. કચ્છની દરિયાઈ સીમા પર બીએસએફ સહિતની એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બીએસએફના જવાનોને શેખરણપીરના દરિયાઈ વિસ્તારમાંથી 21 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે, જે જખૌ મરીન પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે. તો પીંગલેશ્વરના દરિયા કિનારાથી જખૌ પોલીસને 10 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે.
દરિયાના વધુ પ્રવાહના લીધે તણાઈ આવે છે ચરસના પેકેટ: સરહદી જીલ્લા કચ્છના દરિયાઈ સીમામાંથી છેલ્લાં કેટલાક દિવસોથી સતત ચરસના પેકેટ મળી રહ્યા છે.દરિયામાં ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇનથી પાણીનું વહેણ હાલ કચ્છના અબડાસા અને લખપત તરફ વહી રહ્યું છે. ત્યારે અબડાસાના પિંગલેશ્વરના દરિયામાં વહેણ વધારે છે. જેથી આ વિસ્તારમાં દરિયામાં ચરસના પૅકેટ તણાઈને કિનારા પર પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચરસના પેકેટ મળતા હોવાથી જ કચ્છમાં અગાઉ 21 જેટલા માનવરહિત ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
છેલ્લાં 11 દિવસોમાં 91 કરોડની કિંમતના 182 ચરસના પેકેટ મળી આવ્યા
8 જૂનના રોડાસરમાંથી 2 પેકેટ
9 જૂનના કડુલીમાંથી 10 પેકેટ
11 જૂનના સિંધોડીમાંથી 9 પેકેટ
13 જૂનના ખિદરતપીરમાંથી 10 પેકેટ
14 જૂનના ધોળુંપીરમાંથી 10 પેકેટ
14 જૂનના રોડાસરમાંથી 10 પેકેટ
15 જૂનના લુણાબેટ પરથી 10 પેકેટ
16 જૂનના ખીદરત ટાપુ પરથી 10 પેકેટ
16 જૂનના કોટેશ્વર દરિયામાંથી 1 પેકેટ
17 જૂનના પિંગ્લેશ્વર દરિયામાંથી 10 પેકેટ
17 જૂનના ખીદરત ટાપુ પરથી 10 પેકેટ
17 જૂનના બાંભડાઈ દરિયામાંથી 40 પેકેટ
17 જૂનના કુંડી બેટમાંથી 19 પેકેટ
19 જૂનના શેખરણપીરના દરિયામાંથી 21 પેકેટ
19 જૂનના પિંગલેશ્વર દરિયામાંથી 10 પેકેટ