સુરત: છેલ્લા ઘણા લાંબા સમયથી સુરત જિલ્લા પોલીસ જિલ્લામાં જનરલ બદલીની રાહ જોઈને બેઠી છે. છેલ્લા 6 માસમાં ત્રણ વખત જિલ્લા પોલીસ વડાએ દરેક પોલીસ સ્ટેશન તેમજ બ્રાન્ચમાં પાંચ વર્ષથી વધુ સમય ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી માટે યાદી મગાવી હતી. પરંતુ હજી સુધી જિલ્લામાં જનરલ બદલીના હુકમ કરવામાં આવ્યા નથી. આ તમામ ગતિવિધિ વચ્ચે જિલ્લા પોલીસ વડાએ ફરી એક વખત ત્રણ માસ માટે એલસીબીમાં કામગીરી કરવા માટે નવ જેટલા પોલીસ કર્મચારીના એટેચ બદલીના ઓર્ડર કરતાં પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
3 માસ માટે એલસીબીમાં બદલી: ASI જયપાલસિંહ મનુભાઈ- કામરેજ ડિવિઝન એટેચ LCB હે.કો. હેમંતભાઈ બાવાભાઈ- કામરેજ એટેચ એલસીબી હે.કો. ગૌતમભાઈ ઘેલાભાઈ-ઓલપાડ એટેચ એલસીબી પો.કો. નરેશભાઈ હીરાભાઈ-માંડવી એટેચ એલસીબી પો.કો. દિનેશભાઈ કાનજીભાઈ-માંડવી એટેચ એલસીબી પો.કો. અક્ષયકુમાર શંકરભાઈ-માંડવી એટેચ એલસીબી પો.કો.નિલેષભાઈભીખુભાઈ-મહુવા પો.કો. નિલેષભાઈ ભીખુભાઈ-મહુવા એટેચ એલસીબી પો.કો.અનિલ વિક્રમભાઈ-કીમ એટેચ એલસીબી લો.ર. હસમુખભાઈ કિશનભાઈ–કામરેજ એલસીબી.
અલગ અલગ જગ્યાએ બદલી થયેલા પોલીસ કર્મચારીઓ
ASI શૈલેષ માનસિંહભાઈ-કડોદરાથી LCB ASI. અશ્વિનભાઈ ચીમનભાઈ-LCBથી કડોદરા ASI ભૂપતભાઈ અંદરસિંહ- પેરોલ ફર્લોથી પલસાણા હે.કો. પંકજભાઈ મનહરભાઈ- હેડક્વાટરથી પેરોલ ફર્લો સ્કવોડ હે.કો. સુનિલભાઈ બાબુભાઈ- SOGથી LCB - હે.કો. કલેશ નારાયણરાવ-કામરેજથી SOG..